પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની જૂની આરટીઓ ઓફિસ પાસે ટ્રક અને બાઇકનું અકસ્માત થતાં યુવાનનું મોત


SHARE













મોરબીની જૂની આરટીઓ ઓફિસ પાસે ટ્રક અને બાઇકનું અકસ્માત થતાં યુવાનનું મોત

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ જૂની આરટીઓ ઓફિસ પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બાઇક ઉપર જઈ રહેલા યુવાનને ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના આમરણ પાસે આવેલ ડાયમંડ નગર ગામે રહેતો સંદીપભાઈ લાલજીભાઈ ગાંભવા (36) નામનો યુવાન મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ જૂની આરટીઓ ઓફિસ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે અકસ્માતના બનાવમાં સંદીપને ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે તે યુવાનનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ.જાપડીયા દ્વારા કરવામાં આવી હતી

મારા મારીમાં ઇજા

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ કુશ પોલિપેકમાં રહેતો શિવમભાઈ શિવશંકર વર્મા (16) નામનો સગીર ત્યાં હતો ત્યારે યુનિટમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં તેને માથાના ભાગે ઇજા થહોવાથી ઇજા પામેલ સગીરને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

માળીયા (મી)ના અર્જુનનગર પાસે અકસ્માત
મોરબી માળીયા હાઇવે ઉપર આવેલ અર્જુનનગર ગામ પાસે બાઇક સ્લીપ થયું હતું જેમાં બાઇક નંબર જીજે 12 ઇઆર 5129 નંબરનું બાઈક લઈને પડધરી ગામનો અરબાઝ રસુલભાઇ પલેજા (25) નામનો યુવાન જતો હતો ત્યારે બાઈક આડે કૂતરું આવ્યું હતું જેથી કરીને યુવાને બાઇકને બ્રેક કરતાંની સાથે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી યુવાનને હાથ તેમજ ઝડબામાં ફ્રેક્ચર અને માથામાં હેમરેજ થયેલ છે જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં ઇજાગ્રસ્ત યુવાનના ભાઈ શાહબાઝ પલેજાએ માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ઇજા પામેલા યુવાન સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News