મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી મહાસંઘ દ્વારા પુણ્ય શ્લોકા અહલ્યાબાઈ હોલકરની 300 મી જન્મ જયંતિ નિમિત્તે વ્યાખ્યાન માળા-કારોબારી બેઠક યોજાઈ


SHARE









મોરબી મહાસંઘ દ્વારા પુણ્ય શ્લોકા અહલ્યાબાઈ હોલકરની 300 મી જન્મ જયંતિ નિમિત્તે વ્યાખ્યાન માળા-કારોબારી બેઠક યોજાઈ

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં જેમને સિંહફાળો આપેલ છે એવા રત્નોની જન્મ જયંતિની ઉજવણી કરવાના ભાગરૂપે પુણ્ય શ્લોકા અહલ્યાબાઈની 300 મી જન્મ જયંતિ નિમિત્તે વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં રાજકોટ વિભાગ બૌદ્ધિક પ્રમુખ મહેશભાઈ બોપલીયાએ દેવી અહલ્યાબાઈના જીવન કવન વિશે વિસ્તૃત વાતો કરી હતી ત્યારબાદ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની જિલ્લા કારોબારી બેઠકની શરૂઆત નિરવભાઈ બાવરવા પ્રચાર મંત્રીએ સંગઠન મંત્ર દ્વારા કરી હતી. ત્યાર બાદ પ્રસ્તાવ મારી શાળા મારુ તીર્થ અને વિકસિત ભારતના પ્રારંભમાં શિક્ષકોની ભૂમિકાનું વાંચન કરવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ વિપુલભાઈ અઘારા (પ્રાંત પ્રચાર પ્રમુખ, સૌરાષ્ટ્ર પ્રાંત, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) દ્વારા પાથેય રજુકર્તા જણાવ્યું હતું કે શિક્ષકો જ રાષ્ટ્રના સાચા ઘડવૈયા છે, શિક્ષકો જ રાષ્ટ્ર નિર્માતા છે, શિક્ષકો જ ભારતના ભાવિનું ઘડતર વર્ગખંડમાં કરી રહ્યા છે. એવી વાતો રજૂ કરી હતી અને નરેશભાઈ સોનગ્રાની જિલ્લાના ઉપાધ્યક્ષ તરીકે અને સંજયભાઈ ગઢવીની તાલુકાના પ્રચાર મંત્રી તરીકેની જવાબદારીની ઘોષણા કરવામાં આવી હતી સદસ્યતા અભિયાન પાવતી બુક સદસ્યતા શુલ્ક એકત્ર કરવું, શૈક્ષિક મહાસંઘના કેલેન્ડર તેમજ મહર્ષિ દયાનંદ સરસ્વતીજી અને પુણ્ય શ્લોકા દેવી અહલ્યાબાઈના પુસ્તક વિશે ચર્ચા, નવા કાર્યકર્તાઓને જોડવા વગેરે બાબતે વાતો કિરણભાઈ કાચરોલાએ કરી હતી છેલ્લે હિતેશભાઈ પાંચોટીયાએ કલ્યાણ મંત્ર દ્વારા સમાપન કર્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન નિરવભાઈ બાવરવાએ કર્યું હતું.




Latest News