મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીના અમરાપર ગામે વાડીમાં દારૂની રેડ: 2030 લિટર આથા સાથે એક પકડાયો, વાડી માલિકની શોધખોળ


SHARE













મોરબીના અમરાપર ગામે વાડીમાં દારૂની રેડ: 2030 લિટર આથા સાથે એક પકડાયો, વાડી માલિકની શોધખોળ

મોરબી તાલુકાના અમરાપર ગામની સીમમાં આવેલ વાડીદેશી દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 2030 લિટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 50750 નો મુદામાલ કબજે કરેલ છે અને એક શખ્સની ધરપકડ કરેલ છે જો કે ,વાડી મલીકને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના અમરાપર ગામની બોરીયાપાટી સીમમાં વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 2030 લિટર આથો તથા અન્ય મુદ્દામાલ મળી આવતા પોલીસે 50750 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી આરોપી નરેશ રમણભાઈ નાયક (21) રહે. અમરાપર ગામ દિનેશભાઈ ગરચરની વાડીમાં મૂળ રહે. છોટાઉદેપુર વાળાની ધરપકડ કરી હતી અને વાડીનો માલિક દિનેશભાઈ યદાનભાઈ ગરચર રહે. અમરાપર તાલુકો મોરબી વાળો સ્થળ ઉપર હાજર ન હોવાથી હાલમાં પોલીસે બંને શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો છે અને વાડીના માલિકને પકડવા માટે તજવીજ હાથ ધરી છે

એક બોટલ દારૂ

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ દ્વારકાધીશ હોટલ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 375 ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી બાબુભાઈ ઉર્ફે રાજુ જાદવજીભાઈ લીલાપરા (20) રહે. દ્વારકાધીશ હોટલ પાસે ઢુવા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.






Latest News