મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી નજીકથી દારૂ ભરેલ ઇનોવા ગાડી સાથે મહિલા બુટલેગર સહિત બે પકડાયા: 4 લાખનો મુદામાલ કબજે


SHARE









મોરબી નજીકથી દારૂ ભરેલ ઇનોવા ગાડી સાથે મહિલા બુટલેગર સહિત બે પકડાયા: 4 લાખનો મુદામાલ કબજે

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ટિંબડી ગામની સીમમાંથી પસાર થતી ઇનોવા ગાડીને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે ગાડીમાંથી 500 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે મહિલા બુટલેગર સહિત કુલ બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી અને માલ આપનારનું નામ સામે આવ્યું હોય ત્રણેયની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળી કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટિમ પેટ્રોલલિંગમાં હતી ત્યારે મોરબીના માળિયા હાઇવે રોડ ઉપર ટિંબડી ગામની સીમમાં આવેલ પાટીદાર ટાઉનશિપ સામેથી ઇનોવા ગાડી નંબર જીજે 12 એએન 5691 પસાર થઈ હતી ત્યારે તે ગાડીને રોકીને ચેક કરવામાં આવી હતી દરમિયાન તે ગાડીમાંથી 500 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી એક લાખ રૂપિયાની કિંમતનો દારૂ તથા ત્રણ લાખ રૂપિયાની કિંમત ની ગાડી આમ કુલ મળીને ચાર લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પોલીસે આરોપી ઇસ્લામુદ્દીન અબ્બાસભાઈ જામ (20) રહે. શોભેસ્વર રોડ વાણીયા સોસાયટી મોરબી મૂળ રહે. માળિયા મીયાણા તથા સોનલ ઉર્ફે સોનકી અબ્બાસભાઈ કટિયા રહે. માળિયા વનાળીયા સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન માલ આપનાર તરીકે મુસ્તાકભાઈ જામ રહે. માળીયા મીયાણા વાળાનું નામ સામે આવ્યું છે જેથી આ ત્રણેય વ્યક્તિઓની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે દારૂનો જથ્થો આપનાર શખ્સને પકડવા માટે તજવીજ હાથ છે

ચકલા પોપટ જુગાર

મોરબી શહેરમાં ગાંધી ચોક પાસે નગરપાલિકાના નવા બિલ્ડીંગ નજીક જાહેર રસ્તા ઉપર ચકલા પોપટનો જુગાર રમાડવામાં આવતો હતો ત્યારે એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ચકલા પોપટના જુગાર માટેનું જરૂરી સાહિત્ય તથા 220 રૂપિયાની રોકડ સાથે પોલીસે આદમભાઈ ઇબ્રાહીમભાઇ કુરેશી (44) રહે. કાલિકા પ્લોટ શેરી નં-2 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

વરલી જુગાર

મોરબીમાં માધાપર જાપા પાસે વરલી જુગારના આંકડા લેતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે રોકડ સહિત 1800 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરીને આરોપી રાજેશ ઘોઘાભાઇ વાઘાણી (43) રહે. વાવડી રોડ ગાયત્રી નગર શેરી નં-4 મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તે વરલીના આંકડાની કપાત મુન્નાભાઈ કોળી રહે. સુંદરગઢ તાલુકો હળવદ વાળા પાસે કરાવતો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે આ બંને શખ્સની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News