મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીમાં તાલુકા કક્ષા કલા મહાકુંભના સ્થળ-તારીખમાં ફેરફાર


SHARE













મોરબીમાં તાલુકા કક્ષા કલા મહાકુંભના સ્થળ-તારીખમાં ફેરફાર

રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર રમત- ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર, કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી-ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી-મોરબી દ્વારા સંચાલિત કલા મહાકુંભ ૨૦૨૪-૨૫ નો શુભારંભ તાજેતરમાં તાલુકા કક્ષાની સ્પર્ધાથી કરવામાં આવ્યો છે.

કલા અને સંસ્કૃત્તિના સુભગ સમન્વય સમાન આયોજીત આ કલા મહાકુંભ કાર્યક્રમ અન્વયે મોરબી અને માળીયા મિયાણા તાલુકામાં રાષ્ટ્રીય શોકના લીધે તાલુકા કક્ષાના કાર્યક્રમોમાં સુધારો કરવામાં આવ્યો છે. જેમાં તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં રજીસ્ટ્રેશન કરાવેલા તમામ સ્પર્ધકોએ નિયત તારીખ, સ્થળ અને સમયે હાજર રહેવું. જે અનુસાર માળીયા મીયાણા તાલુકામાં આગામી તારીખ ૨-૧-૨૦૨૫ ના રોજ મોડેલ સ્કુલમોટી બરાર તાલુકો માળિયા ખાતે બપોરના બે કલાકે યોજાશે. તેમજ મોરબી તાલુકામાં આગામી તારીખ ૩-૧-૨૦૨૫ ના રોજ સાર્થક વિદ્યામંદિર- મોરબી ખાતે સવારના આઠ કલાકે યોજાશે. ઉલ્લેખનીય છે કે તાલુકા કક્ષાની સ્પર્ધા પૂર્ણ થયા બાદ તાલુકા કક્ષાએ પ્રથમ વિજેતા થયેલા સ્પર્ધકોએ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જવાનું રહેશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News