મોરબીના પાવળીયારી નજીક વાહન અકસ્માતમાં પગપાળા જતો યુવાન અને બાઇક સવાર બંને સારવારમાં
વાંકાનેર ફાયરીંગ બટની પાસે તા.૧૧ થી ૨૭ જાન્યુ. સુધી પ્રવેશબંધી
SHARE







વાંકાનેર ફાયરીંગ બટની પાસે તા.૧૧ થી ૨૭ જાન્યુ. સુધી પ્રવેશબંધી
વાંકાનેર ફાયરીંગ બટ ખાતે મોરબી જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓની વર્ષ-૨૦૨૪ ની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી આગામી તા. ૧૧ થી ૨૭ સુધી આમ કુલ ૨૭ દિવસ માટે વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે.ખાચર, મોરબી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે આવેલ છે. તે ફાયરીંગ બટ વિસ્તારમાં આગામી તા. ૧૧ થી ૨૭ સુધી આમ કુલ ૨૭ દિવસ માટે જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહીં. ઉક્ત પ્રતિબંધાત્મક હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારી વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૩૧ ની કલમ-૧૩૧ અને ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે.
