મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાંથી દારૂની 36 બોટલ સાથે આરોપીની ધરપકડ: માલ આપનારની શોધખોળ


SHARE













મોરબીમાં ઘરમાંથી દારૂની 36 બોટલ સાથે આરોપીની ધરપકડ: માલ આપનારની શોધખોળ

મોરબીમાં સર્કિટ હાઉસની સામેના ભાગમાં આવેલ મફતીયાપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે બી ડિવિઝન પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 36 બોટલ મળી આવતા પોલીસે 20,232 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે જો કે, અન્ય એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સર્કિટ હાઉસની સામેના ભાગમાં વિદ્યુતનગરના ઢાળ પાસે આવેલ મફતિયાપરા વિસ્તારમાં રહેતા દિનેશભાઈ પુરબીયાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 36 બોટલો મળી આવતા પોલીસે 20,232 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આરોપી દિનેશ સોમાભાઈ પુરબીયા (35) રહે. સર્કિટ હાઉસ સામે મફતિયાપરા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો તેને અનવર મુસાભાઇ કુરેશી રહે. મોરબી વાળો આપી ગયો હોવાનું સામે આવતા પોલીસે બંને શખ્સોની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપી અનવર કુરેશીને પકડવા માટે તજવી શરૂ કરી છે






Latest News