મોરબીમાં ઘરમાંથી દારૂની 36 બોટલ સાથે આરોપીની ધરપકડ: માલ આપનારની શોધખોળ
મોરબીની સબ જેલમાં ટીબીનો સ્ક્રિનિંગ કેમ્પ યોજાયો
SHARE







મોરબીની સબ જેલમાં ટીબીનો સ્ક્રિનિંગ કેમ્પ યોજાયો
100 Days intensified Campaign નો હેતુ ટીબીના નવા કેસ વહેલી તકે શોધી, નવા કેસમાં ત્વરિત ધોરણે સારવાર શરૂ કરીને જાહેર આરોગ્યમાં સુધારો લાવવાનો છે. આ અભિયાનના ભાગ રૂપે જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે. શ્રીવાસ્તવ તથા જિલ્લા ક્ષય અધિકારી ડો. ધનસુખ અજાણાના માર્ગદર્શન હેઠળ મોરબીની સબ જેલમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 340 બંદીવાનનું ટીબી સ્ક્રીનીંગ, HIV, HBV, HCV, RPR ની તપાસ કરવામાં આવેલ હતી આ કેમ્પને સફળ બનાવવા મોરબી સબ જેલના અધિક્ષક એચ.એ. બાબરીયા, જેલર એ.આર. હાલપરા સહિતના સ્ટાફ તરફથી સહકાર મળ્યો હતો અને આરોગ્યના સ્ટાફે કેમ્પને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.
