મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબી સહિત ગુજરાતમાં ઓનલાઈન ગેમિંગ-સટ્ટો બંધ કરવાની પાટીદાર યુવા સેવા સંઘની માંગ


SHARE













મોરબી સહિત ગુજરાતમાં ઓનલાઈન ગેમિંગ-સટ્ટો બંધ કરવાની પાટીદાર યુવા સેવા સંઘની માંગ
 
મોરબીમાં પાટીદાર સમાજના યુવાનોને યેનકેન પ્રકારે વ્યાજના ચક્રમાં ફસાવીને કે પછી હનીટ્રેપમાં ફસાવીને તેની પાસેથી રૂપિયા પડાવવામાં આવે છે જેથી કરીને આજે પાટીદાર યુવા સંઘની આગેવાનીમાં સનાળા ગામે પટેલ સમાજ વાડીમાં સંમેલન યોજાયુ હતો જેમાં વિશાળ સંખ્યામાં પાટીદાર યુવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા અને મોરબીમાં વ્યાજખોરો સામે તાત્કાલિક ફરિયાદો લેવામાં આવે, ગુજરાતમાં ઓનલાઇન ગેમિંગ અને ઓનલાઇન સટ્ટો સદંતર બંધ કરાવવામાં આવે તેવી માંગ કરી છે. તેમજ રોમિયોગીરી તથા લુખ્ખાગીરી ડામવામાં આવે તેવી માંગ પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા કરવામાં આવેલ છે.

ન માત્ર મોરબી પરંતુ સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા વર્ષોમાં હનીટ્રેપ અને વ્યાજખોરીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે મોરબીમાં ખાસ કરીને પાટીદાર સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં ઘણા પાટીદાર યુવાનોને ફસાવીને તેની પાસેથી લાખો રૂપિયા ખુલ્લા અને ગુંડાતત્વો દ્વારા પડાવી લેવામાં આવેલ છે જેથી કરીને આજે મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘની આગેવાનીમાં મોરબીના સનાળા ગામે આવેલ પાટીદાર સમાજ વાડી ખાતે સંમેલન યોજાયું હતું જેમાં મોરબી જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાંથી વિશાળ સંખ્યામાં પાટીદાર યુવાનો સહિતના લોકો આવ્યા હતા. 

ખાસ કરીને વ્યાજખોરોનું દૂષણ દિવસે અને દિવસે વધી રહ્યું છે અને છેલ્લા મહિનાઓમાં ફરિયાદો કરવામાં આવી છે તેમ છતાં પણ વ્યાજખોરો દ્વારા યેનકેન પ્રકારે પાટીદાર સમાજના યુવાનોને ડરાવવામાં ધમકાવવામાં આવતા હોય છે અને તેની પાસેથી લાખો રૂપિયા પડાવવામાં આવતા હોય છે જેથી કરીને વ્યાજખોર સામે આકરા પગલાં લેવાય તે માટે એકને એક વ્યાજખોરની સામે ત્રણથી ચાર ફરિયાદ નોંધાય તો તેની સામે પાસા સહિતના પગલાં લેવાય તેવી માંગ આ સંમેલનમાં ઉઠી હતી. 

ત્યારે રાજકોટના મહિલા વકીલ પિનલબેન સાવલિયાએ જણાવ્યુ હતું કે, કોઈપણ વ્યાજખોરની સામે અગાઉ રાજકોટમાં ત્રણથી ચાર ફરિયાદ થાય તો તેની સામે પાસા કરવામાં આવતી હતી જો આવું મોરબીમાં કરવામાં આવશે તો આ દૂષણને ડામી શકાશે. મોરબીના યુવા આગેવાન રોહિત હસમુખભાઇ ઠોરીયાએ જણાવ્યુ હતું કે, યુવાનો ધંધા માટે કે પછી મેડિકલ સારવાર માટે રૂપિયાની જરૂર હોય છે ત્યારે રૂપિયા લેવા માટે વ્યાજવાળા પાસે જાય છે અને ત્યારે તેને એક કે બે ટકે વ્યાજે રૂપિયા આપવાની વાત કરવામાં આવે છે અને ત્યાર બાદ થોડા મહિનાઓ પછી વ્યાજખોર વ્યક્તિ તેની ગેંગના બીજા શખ્સ પાસેથી વ્યાજે રૂપિયા અપાવે છે અને આમ કરીને યુવાનોને વ્યાજના ચક્રમાં ફસાવવામાં આવી રહ્યા છે
 
અંતમાં મોરબીના પાટીદાર યુવા સેવા સંઘના પ્રણેતા મનોજ પનારાએ કહ્યું હતું કે, દેશના જુદાજુદા રાજ્યોમાંથી ઘણા રાજ્યોમાં ઓનલાઈન ગેમિંગ અને સટ્ટો સદંતર બંધ છે ત્યારે મોરબી અને ગુજરાતમાં ઓનલાઇન ગેમિંગ અને ઓનલાઇન સટ્ટો સદંતર બંધ કરાવવામાં આવે તેવી માંગ કરી છે. અને તેનો ઠરાવ પણ આ સંમેલનમાં કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને મોરબીમાં પાટીદાર કન્યા છાત્રાલય અને અન્ય શાળા કોલેજે આવવાના અને છૂટવાના સમયે રોમિયોગીરી અને લુખ્ખાગીરી કરનારા શખ્સોનું દૂષણ વધી રહ્યું છે ત્યારે તેને ડામવામાં માટે પોલીસનું પેટ્રોલીંગ વધારવવામાં આવે અને વ્યાજખોરોને ડામવામાં માટે પણ પાસા સહિતની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથેના ઠરાવો આ સંમેલનમાં કરવામાં આવેલ છે.





Latest News