મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીના ધરમપુર-ઘુટુ ગામ પાસે દારૂની બે રેડ, દારૂની નાની મોટી 45 બોટલ સાથે ત્રણ પકડાયા, એકની શોધખોળ


SHARE













મોરબીના ધરમપુર-ઘુટુ ગામ પાસે દારૂની બે રેડ, દારૂની નાની મોટી 45 બોટલ સાથે ત્રણ પકડાયા, એકની શોધખોળ

મોરબી તાલુકાના ધરમપુર ગામના નાલા પાસેથી પસાર થતી અલટો ગાડીને રોકીને ચેક કરી હતી ત્યારે તેમાંથી દારૂની મોચી 30 બોટલો મળી આવતા પોલીસે બે શખ્સની દારૂનો જથ્થા સાથે ધરપકડ કરી હતી તેવી જ રીતે ઘુંટુ ગામે બાવળની જાળીમાં દારૂની રેડ કરી હતી ત્યારે દારૂની નાની 15 બોટલ સાથે એક શખ્સને પકડવામાં આવ્યો છે

જાણવા મળતી વિગત મુજબ મોરબી નજીકના ધરમપુર ગામ પાસે આવેલ નાલા નજીકથી અલ્ટો ગાડી નંબર જીજે 3 સીઆર 2759 પસાર થઈ રહી હતી ત્યારે તે અલ્ટો ગાડીને રોકીને એલસીબીની ટીમ દ્વારા ચેક કરવામાં આવતા ગાડીમાંથી દારૂની મોટી 30 બોટલ મળી આવતા પોલીસે 33,210 ની કિંમતનો દારૂ તથા 50,000 રૂપિયાની કિંમતની ગાડી એમ કુલ મળીને 83,210 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી અંકિત અરૂણભાઇ રાઠોડ (34) તથા વિરપાલસિંહ પ્રવિણસિંહ જાડેજા (21) રહે. બડન્ને શ્રદ્ધા પાર્ક શેરી નંબર ચાર નવલખી રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં મયુર બટુકભાઈ વાઘેલાનું નામ સામે આવ્યું હોય આ ત્રણેય શખ્સો સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને મયુર વાઘેલાને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે

મોરબી નજીકના ઘુટુ ગામે તળાવની પાળ પાસે બાવળની જાળીમાં સ્થાનિક પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની નાની 15 બોટલો મળી આવતા પોલીસે 1500 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી ચિરાગ કાળુભાઈ હેણ (23) રહે રબારીવાસ ઘુંટુ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને પોલીસે તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News