અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં નવા બનતા બિલ્ડીંગમાં બીજા માળેથી નીચે પટકાતા માસુમ બાળકનું મોત


SHARE







મોરબીમાં નવા બનતા બિલ્ડીંગમાં બીજા માળેથી નીચે પટકાતા માસુમ બાળકનું મોત

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસીમાં નવા બનતા બિલ્ડીંગમાં શ્રમિક પરિવારની ત્રણ વર્ષનો બાળક બીજા માળે સીડી પાસે રમતો હતો ત્યારે રમતા રમતા કોઈ કારણસર તે નીચે પડી જવાના કારણે તેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હોવાથી મોરબીની ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં સારવાર કારગત ન નિવડતા તે બાળકનું મોત નીપજ્યું હતું અને આ બનાવની મોરબી એ ડિવિજન પોલીસને જાણ કરવામાં આવી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં અવની ચોકડી પાસે આવેલ શ્યામ પાર્કમાં રહેતા વિષ્ણુભાઈ વિશ્વકર્મનો ત્રણ વર્ષનો દીકરો દિપેશ મોરબીના સનાડા રોડ પાસે જીઆઇડીસીમાં મહેશ વેકરીયાની ઓફિસ પાસે નવા બનતા બિલ્ડીંગમાં બીજા માળે સીડી ઉપર રમતો હતો ત્યારે રમતા રમતા કોઈ કારણસર તે નીચે પડતા તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી જેથી કરીને દીપેશને સારવાર માટે મોરબીના સનાડા રોડ પર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઇ ગયા હતા ત્યાં સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News