મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીમાં ડાભી પરિવારના આંગણે શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન


SHARE













મોરબીમાં ડાભી પરિવારના આંગણે શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન

મોરબીમાં ત્રાજપર પાસે આવેલ અંબિકા સોસાયટીમાં સાવરકુંડલા તાલુકાનાં મોટા જીંજુડા ગામે આવેલ ૐ ભાડેશ્વર સેવા ટ્રસ્ટ સંચાલીત શ્રી ભાડેશ્વર મંદિર અને ભોમેશ્વર આશ્રમના લાભાર્થે શ્રી શિવ પ્રકૃતિ દર્શન શિવકથા એટલે કે શ્રી શિવ મહાપુરાણનું આયોજન કરવામાં આવેલ છે.

શિવજીની અસીમ કૃપાથી મોરબીમાં ડાભી પરિવારના આંગણે સુંદર સંગીતમય શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીમાં ત્રાજપર પાસે આવેલ અંબિકા સોસાયટી ખાતે આ કથા યોજાશે તેમાં ધાર્મિક પ્રસંગનો લાભ લઈ કથાનું રસપાન કરવા દરેક ધર્મપ્રેમીને આયોજકો તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ કથામાં વ્યાસ પીઠ ઉપરથી રાજેશગીરી કે. ગૌસ્વામી (રાજુબાપુ) તેની સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. અને કથાનું દરરોજ જીવંત પ્રસારણ યુટ્યુબની કર્તવ્ય ટીવી ઉપર થશે. અને કથાનો સમય સવારે ૯:૩૦ થી બપોરે ૧૨:૩૦ સુધીનો રહેશે આ કથાની પોથીયાત્રા આગમી શુક્રવાર તા.૩ ના રોજ બપોરે ૪ કલાકે જયેશભાઇ રેવાભાઈ ડાભીના ઘરેથી નીકળશે. અને કથા શનિવાર તા. ૪ થી શરૂ કરવામાં આવશે. અને કથાની પૂર્ણાહૂતિ રવિવાર તા.૧૨ ના રોજ બપોરે ૧:00 કલાકે થશે. કથા દરમિયાન સતિ પ્રાગટ્ય, શિવ-પાર્વતિ વિવાહ, કાર્તિક જન્મ-ગણેશ જન્મ જેવા પ્રસંગો ઉજવાશે. કથાનાં યજમાન જયેશભાઇ રેવાભાઇ ડાભી, વિનોદભાઇ નાથાભાઈ ડાભી, મનુભાઈ સામતભાઇ ડાભી, મહેશભાઇ રેવાભાઈ ડાભી, રમેશભાઈ સામતભાઇ ડાભી, રાજુભાઈ ટીડાભાઇ ડાભી, જલાભાઈ સામતભાઈ ડાભી, તેજસભાઈ રેવાભાઈ ડાભી, ભરતભાઈ નાથાભાઇ ડાભી, કેવલભાઈ અમિતભાઇ ડાભી, મહેશભાઇ નાથાભાઈ ડાભી તેમજ ડાભી પરીવાર છે.






Latest News