હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાનાં જોધપર ઝાલા ગામના આર્મીમેન પરેશકુમાર સારેસા શાહિદ


SHARE













મોરબી જીલ્લાનાં જોધપર ઝાલા ગામના આર્મીમેન પરેશકુમાર સારેસા શાહિદ

મોરબી જીલ્લાનાં જોધપર ઝાલા ગામના રહેવાસી આર્મીમેન પરેશકુમાર સારેસા હાલમાં જમ્મુનાં ઉધમપુર આર્મી કેમ્પ ખાતે હવાલદાર પોસ્ટ પર ફરજ બજાવી રહ્યાં હતાં અને છેલ્લા 18 વર્ષની દેશ સેવા દરમિયાન તેમણે ગુજરાત, પશ્ચિમ બંગાળ, પંજાબ, રાજસ્થાન સહિત દેશનાં વિવિધ રાજ્યોમાં સેવા આપેલ હતી અને તેઓને શારીરિક બિમારી હોય તે અમદાવાદ ખાતે આવેલ આર્મી હોસ્પિટલ ખાતે સારવારમાં હતા અને ત્યાં તેમણે આખરી શ્વાસ લીધો હતો. અને ટંકારાનાં જોધપર ઝાલા ગામે શહિદ જવાનને સલામી આપવાં જમ્મુ કાશ્મીર, જામનગર, અમદાવાદ તેમજ રાજકોટથી આર્મીનાં સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ શહિદ જવાનની અંતિમયાત્રામાં જોધપર સમસ્ત ગ્રામજનો તેમજ આસપાસનાં તાલુકા અને જીલ્લામાંથી એક્સ આર્મી જવાનો, સ્થાનિક ધારાસભ્ય સહિત અનેક સામાજીક રાજકીય આગેવાનો અને બહોળી સંખ્યામાં ગામના લોકોએ હાજરી આપેલ હતી. અને આવતીકાલે તા 2 જાન્યુઆરીનાં રોજ સવારે 10 વાગે શહિદ પરેશકુમારનું બેસણું ટંકારા તાલુકાનાં જોધપર ઝાલા ખાતે રાખવામા આવેલ છે.






Latest News