હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબીમાં ચીકી ચાખવા દેવાની ના પડતાં વેપારી યુવાનને ઘરમાં ઘૂસીને ચાર શખ્સોએ માર માર્યો: ઘર વખરી-ચીકીમાં કરી તોડફોડ


SHARE













મોરબીમાં ચીકી ચાખવા દેવાની ના પડતાં વેપારી યુવાનને ઘરમાં ઘૂસીને ચાર શખ્સોએ માર માર્યો: ઘર વખરી-ચીકીમાં કરી તોડફોડ

મોરબીમાં મોચી શેરી પાસે ગેબનશાપીરની દરગાહની બાજુમાં ચીકી બનાવતા યુવાન પાસે અવારનવાર મગફળી પાકની ચીકી ચાખવા માટે માંગતા શખ્સને ચીકી ચાખવા ન આવવાનું કહ્યું હતું જેથી તે વેપારી યુવાને ગાળો આપી હતી અને ત્યારબાદ તેના ઘરની અંદર પ્રવેશ કરીને ચાર શખ્સોએ ટેબલ ફેન, એર કુલર, ઘરના સામાન અને ચીકીના પાકમાં તોડફોડ કરીને નુકશાન કર્યું હતું અને વેપારી યુવાનને જમણા પગના ગોઠણના ભાગે પાઇપ મારીને ઇજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં ગ્રીન ચોક પાસે દફતરી શેરી હીરાભુવનની બાજુમાં રહેતા મનીષભાઈ પ્રેમજીભાઈ સોમાણી (47)મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બકા પટેલ, કિશન પટેલ, યશ પટેલ અને વિશાલ પટેલ રહે. બધા મોચી શેરી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી તથા સાહેદો ચીકી બનાવતા હોય તેઓ મગફળી પાકની ચીકી બનાવતા હતા ત્યારે બકા પટેલે મગફળી પાક ચાખવા માંગતા ફરિયાદીએ અવારનવાર મગફળી પાક ચાખવા ન આવવા કહ્યું હતું જેથી ઉશ્કેરાઈ ગયેલા ચારેય શખ્સો દ્વારા ફરિયાદી યુવાને ગાળો આપીને તેની સાથે જપાજપી કરવામાં આવી હતી અને તેના ઘરની અંદર ઘૂસીને ટેબલ ફેન, એર કુલર. ઘરના સામાનમાં તથા મગફળીના ચીકી પાકમાં નુકસાની કરવામાં આવી હતી અને યુવાનને ગાળો આપવામાં આવી હતી તેમજ વિશાલ પટેલે લોખંડનો પાઇપ ફરિયાદીને જમણા પગના ગોઠણના ભાગે માર્યો હતો અને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News