હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબી નજીક હોટલ પાસે થૂંકવાની ના પાડતાં યુવાનને ચાર શખ્સોએ ધોકા વડે માર માર્યો


SHARE













મોરબી નજીક હોટલ પાસે થૂંકવાની ના પાડતાં યુવાનને ચાર શખ્સોએ ધોકા વડે માર માર્યો

મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં રામેશ્વર કોમ્પલેક્ષમાં આવેલ શિવ શક્તિ હોટલ પાસે બેઠેલા ચાર શખ્સો ત્યાં થૂકતા હતા જેથી કરીને હોટલના સંચાલક દ્વારા થુકવાની ના પાડવામાં આવતા તેને ભૂંડા બોલી ગાળો આપવામાં આવી હતી અને ત્યારબાદ છરી બતાવીને યુવાનને ધોકા વડે હાથે, પગે એને શરીર ઉપર માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ વચ્ચે બચાવવા પડેલા વ્યક્તિને પણ ચારેય શખ્સો દ્વારા મુંઢ માર મારીને ઈજા કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ વધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ચકમપર ગામે રહેતા કાનજીભાઈ ઉર્ફે કાનાભાઈ લખમણભાઇ ગમારા (32)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભુપેન્દ્ર જયસુખ વાઘેલા રહે. કાલિકા પ્લોટ મોરબી અને તથા તેની સાથે રહેલા અન્ય ત્રણ અજાણ્યા શખ્સો આમ કુલ ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છેકે મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં એબીસી સીરામીક કારખાના સામે રામેશ્વર કોમ્પલેક્ષમાં તેની શિવ શક્તિ હોટલ આવેલ છે ત્યાં આરોપી ભુપેન્દ્ર વાઘેલા તથા તેની સાથેના અજાણ્યા ત્રણ શખ્સો એકટીવા અને મોટરસાયકલમાં આવ્યા હતા અને ફરિયાદીની હોટલ પાસે ચાર નાસ્તો કરીને ઓટલા ઉપર બેસીને તાપણું કરીને બેઠા હતા ત્યાં આરોપીઓ થૂંકતા હતા જેથી કરીને ફરિયાદી યુવાને તેને થૂંકવાની ના પાડી હતી ત્યારે આરોપીઓએ તેને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ ભુપેન્દ્ર વાઘેલાછરી બતાવી હતી અને અજાણ્યા ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે ફરિયાદી યુવાનને હાથે, પગે અને શરીર ઉપર માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આટલું જ નહીં ફરિયાદીને બચાવવા માટે થઈને સાહેદિલીપભાઈ ત્રિભુવનભાઈ કાચરોલા વચ્ચે પડતા તેઓને પણ આરોપીઓએ મુંઢ માર મારીને ઈજા કરી હતી જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News