મોરબીની સજનપર શાળામાં દાતાએ ૪૫ બાકડા મુકાવ્યા મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અજાણ્યા ટ્રકની હડફેટે 32 વર્ષીય યુવકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ન્યૂસન્સ પોઈન્ટ-પાર્કિંગ સહિતના મુદાઓને પ્રાધાન્ય આપીને કામ કરાશે: સ્વપ્નિલ ખરે


SHARE







































મોરબીમાં ન્યૂસન્સ પોઈન્ટ-પાર્કિંગ સહિતના મુદાઓને પ્રાધાન્ય આપીને કામ કરાશે: સ્વપ્નિલ ખરે

મોરબીના મહાપાલિકાના પ્રથમ મ્યુનિસિપલ કમિશનરે આજે સ્વપ્નિલ ખરે એ ચાર્જ સંભાળ્યો હતો ત્યારે મોરબી જિલ્લાના કલેક્ટર તેમજ ધારાસભ્યઓ સહિતના મહાપાલિકા ખાતે હાજર રહ્યા હતા અને તેઓએ કહ્યું હતું કે મોરબીમાં આવતાની સાથે જ ન્યૂસન્સ પોઈન્ટ અને પાર્કિંગ સહિતના મુદા ધ્યાને આવેલ છે તે દિશામાં પહેલા કામ કરવામાં આવશે

મોરબી પાલિકાને સરકારે મહાપાલિકા બનાવેલ છે ત્યારે પ્રથમ મ્યુનિસિપલ કમિશનર તરીકે સ્વપ્નિલ ખરે ને મૂકવામાં આવેલ છે તેઓએ આજે મોરબી મહાપાલિકા કચેરી ખાતે આવીને ચાર્જ સંભાળી લીધેલ છે. ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, કલેક્ટર કે.બી. ઝવેરી સહિતના અધિકારીઓએ અને આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા અને મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેનું મોરબીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ સ્વપ્નિલ ખરેએ પત્રકારોની સાથે વાત કરતાં કહ્યું હતું કે, તેઓએ અગાઉ રાજકોટ મહાપાલિકામાં કામ કર્યું છે તેના અનુભવનો મોરબીને લાભ મળશે અને શહેરા રોડ રસ્તા, પાણી, ગટર અને સ્વચ્છતા જેવી પ્રાથમિક સેવાઓનું સ્તર વધારે સારું કરવાની દિશામાં કામ કરવામાં આવશે. આટલું જ નહીં મોરબીમાં આવતાની સાથે રસ્તાની આસપાસમાં ગંદકી, ફૂટપાથનું લેવલ બરાબર નથી, વાહન પાર્કિંગ અને ન્યૂસન્સ પોઈન્ટ ધ્યાન ઉપર આવેલ છે તે દિશામાં પહેલા કામ કરવામાં આવશે તેની સાથોસાથ મહાપાલિકાના વહીવટદાર તરીકે જિલ્લા કલેકટરને મૂકવામાં આવેલ છે તેની  સાથે સંકલન કરીને સરકારમાંથી મંજૂર કરવામાં આવેલ અધિકારીઓની જગ્યાની ભરતી તેમજ વર્ગ 3 અને 4 ના સ્ટાફની ભરતી સહિતનું કામ પણ વહેલી તકે કરવામાં આવશે. અને ખાસ કરીને મોરબીના લોકો મહાપાલિકાની કામગીરીમાં સહકાર આપે તેવી તેઓએ અપીલ કરેલ હતી
















Latest News