હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

માળિયા (મી) તાલુકાનાં ચીખલી નજીક ગૌ હત્યા: લોકોમાં રોષ


SHARE













માળિયા (મી) તાલુકાનાં ચીખલી નજીક ગૌ હત્યા: લોકોમાં રોષ

મોરબી જિલ્લા સહિત ગુજરાતમાં ગાય અને ગૌવંશનું હત્યા કરવામાં આવે છે તે હક્કિત છે તેવામાં મોરબી જીલ્લામાં માળિયા (મી) તાલુકાનાં ચીખલી ગામ પાસે ગૌ હત્યા કરવામાં આવી હોય તેના શરીરના કપાયેલા અંગો ત્યાંથી મળી આવ્યા હતા જેથી કરીને લોકોમ ભારે રોષની લાગણી ફેલાયેલ છે અને ગાયની હત્યા કરનાર સામે પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.

હાલમાં મળી રહેલ માહિતી મુજબ માળિયા મિયાણાં તાલુકાના ચીખલી ગામની સીમમાં ગૌ હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે અને સ્થળ ઉપરથી ગાય માતાના કપાયેલ માથું સહિતના અવશેષો મળી આવ્યા હતા જેથી કરીને મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા માળીયા પોલીસને ગાયની હત્યા કરનારની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને ગાયની હત્યા કરવામાં આવી હોવાથી લોકોમાં ભારે રોષની લાગણી છે. અને જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો મોરબી વિહિપ અને બજરંગ દળ દ્વારા ઉગ્ર કાર્યક્રમ આપવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News