મોરબીના ત્રિલોકધામ મંદિરે યોજાયેલ કેમ્પનો ૧૪૦ થી વધુ દર્દીઓને લાભ મળ્યો
મોરબીની એમ.એમ. સાયન્સ કોલેજના બી.એસ.સી. વિભાગના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું
SHARE
મોરબીની એમ.એમ. સાયન્સ કોલેજના બી.એસ.સી. વિભાગના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું
મોરબીની એમ.એમ. સાયન્સ કોલેજ બી.એસ.સી.ના પૂર્વ વિદ્યાર્થીઓનું રી-યુનિયન કરવામાં આવ્યું હતું ત્યારે વર્ષ 2006 થી 2011 સુધીના તમામ વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં ઘણા વર્ષ પછી મિત્રો ભેગા થયા હતા ત્યારે તમામે જૂની યાદોને તાજી કરી હતી આ તકે મુખ્ય મહેમાન તરીકે ડૉ પી.કે. પટેલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં મોરબી તાલુકા ભાજપના વર્તમાન પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, ઉદ્યોગપતિ અનિલભાઈ વડાવીયા, મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસનાં પ્રમુખ અલ્પેશભાઈ કોઠીયા, રોહનભાઈ રાંકજા, સહિતના હાજર રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો. કિશોરભાઈ કવાડિયા, ચિરાગભાઈ પંડ્યા તેમજ કનૈયાલાલ બાવરવાએ અતિભારે જહેમત ઉઠાવી હતી