મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા


SHARE













મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા

મોરબીમાં હાથ ઉછીની રકમ પરત નહી આપતા ઘી નેગોશીએબલ ઇન્સટુમેન્ટ એકટની કલમ-૧૩૮નો કેસ કોર્ટમાં દાખલ કરેલ હતો અને આ કેસ ચાલી જતાં આરોપીને દોષીત ઠરાવી એક વર્ષ સજા તથા ફરીયાદીને ચેકની રકમ પાંચ લાખ તેમજ એક લાખ વળતર પેટે ચુકવાનો તથા રકમ ન ચુકવે તો વધુ ૯૦ દિવસની સજાનો હુકમ કરેલ છે.

આ કામના આરોપીને પૈસાની જરૂરીયાત હોવાથી તેમના મિત્ર દેવાણંદભાઈ બાબુભાઈ કુંભરવાડીયા પાસેથી હાથ ઉછીના લીધેલા ત્યારબાદ રકમ પરત માગતા આરોપી રાજેશ નટવરલાલ કાલરીયા એ લેણી રકમ ચુકવવા ચેક આપેલ હતો જે ચેક રીટર્ન થતા આરોપી વિરુધ્ધ નેગોશીએબલ ઇન્સટુમેન્ટ એકટની કલમ-૧૩૮ની ફરીયાદ દાખલ થયેલ હતી જે કેસ ચાલી ગયો હતો તેમાં ફરીયાદીવતી મોરબી જીલ્લાના વકીલ નીતીનકુમાર અમૃતલાલ પંડયા તથા યાશિકા મનસુખભાઈ દેવમોરારી રોકાયેલ હતા અને તેઓની દલીલ તેમજ જુદીજુદી કોર્ટના ચુકાદાને ધ્યાને લઈને કોર્ટએ આરોપીને દોષીત ઠરાવી એક વર્ષ સજા તથા ફરીયાદીને ચેકની રકમ પાંચ લાખ તેમજ એક લાખનું વળતર આપવાનો ચુકાદો આપેલ છે અને રકમ ન ચુકવે તો વધુ ૯૦ દિવસની સજાનો હુકમ કરેલ છે.






Latest News