મોરબીના લાલપર પાસે સ્કોર્પિયો ગાડીમાં આવેલા ત્રણ લૂંટારુએ ટ્રક ચાલકોને છરી બતાવીને ચાર ટ્રકમાંથી કરી 750 લિટર ડીઝલની લૂંટ
SHARE
મોરબીના લાલપર પાસે સ્કોર્પિયો ગાડીમાં આવેલા ત્રણ લૂંટારુએ ટ્રક ચાલકોને છરી બતાવીને ચાર ટ્રકમાંથી કરી 750 લિટર ડીઝલની લૂંટ
મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં શ્રી હરિ ચેમ્બર પટેલ વિહાર હોટલની બાજુમાં વિજય ટ્રાન્સપોર્ટની ઓફિસ પાસે પાર્ક કરેલા જુદા જુદા ટ્રક અને ટ્રેલર સહિત ચાર વાહનોના ડ્રાઇવરોને છરી બતાવીને ડરાવી ધમકાવીને સ્કોર્પિયો ગાડીમાં આવેલા અજાણ્યા ત્રણ શખ્સોએ તેઓની ગાડીમાં ડીઝલની ટેન્કમાંથી પાઇપ વડે કેરબામાં ડીઝલ ભરીને 750 લીટર ડીઝલની લૂંટ કરેલ છે જેથી કરીને 67,500 ની કિંમતના મુદ્દામાલની લૂંટ થઈ હોવા અંગેની ટ્રાન્સપોર્ટર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ રાજકોટમાં આવેલ સહકાર સોસાયટી શેરી નં-5 માં રહેતા સંજયભાઈ ગોવિંદભાઈ ચાવડા (38)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સફેદ કલરની સ્કોર્પિયો ગાડી નંબર જીજે 12સીજી 2218 ના ચાલક સહિત કુલ ત્રણ અજાણ્યા શખ્સોની સામે લૂંટની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર લાલપર ગામની સીમમાં આવેલ શ્રી હરિ ચેમ્બર્સ પટેલ બિહાર હોટલની બાજુમાં વિજય ટ્રાન્સપોર્ટ ઓફિસ સામે ફરિયાદીના બે ટ્રકના ડ્રાઇવર તથા સાહેદ પ્રવીણભાઈ દલસાણીયાની ટ્રકના ડ્રાઇવર અને સોરીસો સીરામીક નજીક રોડ ઉપર પાર્ક કરેલ ટ્રક ટેલરના ડ્રાઇવરને છરી બતાવીને સ્કોર્પિયો ગાડીમાં આવેલ ત્રણ અજાણ્યા 30 થી 40 વર્ષના શખ્સો દ્વારા ડરાવવા ધમકાવવામાં આવ્યા હતા અને તેઓની ગાડીમાં ડીઝલની ટાંકીઓમાંથી પાઇપ વડે કેરબામાં ડીઝલ ભરીને ડિઝલની લૂંટ કરવામાં આવી હતી અને 750 લિટર ડીઝલની લૂંટ કરવામાં આવી છે જેથી 67,500 ની કિંમતના ડીઝલની લૂંટ થઈ હોવા અંગેની ટ્રાન્સપોર્ટ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે