મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં 15  દબાણો હટાવ્યા, 29 વેપારીઓને 10 હજારનો દંડ


SHARE













મોરબી શહેરમાં 15  દબાણો હટાવ્યા, 29 વેપારીઓને 10 હજારનો દંડ

મોરબી મહાપાલિકા વિસ્તારમાં ધીમેધીમે રોડના દબાનોને દૂર કરવાનું શરૂ કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે મોરબીમાંથી 15 જેટલા નાના દબાનોને દૂર કરવામાં આવ્યા હતા અને જુદાજુદા 29 વેપારીઓ પાસેથી 10 હજાર જેટલો દંડ લેવામાં આવેલ છે.

મોરબી મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરે જુદાજુદા વિસ્તારની મુલાકાત કરીને લોકોની સુખાકારીમાં વધારો થાય તેવી કામગીરી ગોઠવી રહ્યા છે જેથી મહાપાલિકા એક્શન મોડમાં આવી ગયેલ છે અને વધુ એક વખત મ્યુનિસિપલ કમિશ્નર તેની ટીમ સાથે ફિલ્ડમાં આવ્યા હતા અને ત્યારે હોસ્પિટલ ચોકથી વિજય ટોકીઝ, નહેરૂગેટ ચોક, નાસ્તા ગલી, પોસ્ટ ઓફિસ રોડ, શાકમાર્કેટ સહિતના વિસ્તારમાંથી 15 જેટલા નડતરરૂપ દબાણો હટાવ્યા હતા. અને જુદાજુદા વેપારીઓ પાસેથી 15 કિલો જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પકડવામાં આવેલ હતો અને 29 જેટલા વેપારીઓને મહાપાલિકાના અધિકારીઓ દ્વારા 10 હજારનો દંડ કરવામાં આવેલ છે.






Latest News