મોરબીના ગોર ખીજડીયા ગામે રામદેવ કથા-રવાપર ગામે શિવ મહાપુરાણ કથાનું આયોજન
મોરબીના મોટાભેલા-જશાપરને જોડતા રોડનું કામ તાત્કાલિક પૂરું કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને રજૂઆત
SHARE
મોરબીના મોટાભેલા-જશાપરને જોડતા રોડનું કામ તાત્કાલિક પૂરું કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને રજૂઆત
મોરબી જીલ્લાના માળિયા તાલુકાના મોટા ભેલા ગામેથી જશાપર ગામને જોડતો રોડ જે મંજુર થયેલ છે તેને ત્રણ વર્ષ કરતા વધારે સમય થયેલ છે.આ કામનો કોન્ટ્રાક પણ આપી દેવામાં આવેલ છે.આ કામ કરવાનો જસ બે બે ધારાસભ્યો દ્વારા લેવામાં આવેલ હતો.છતાં કામ અધુરૂ હોય પુરૂ કરાવવા રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ કે.ડી.બાવરવાએ માંગ કરી છે.
આ કામ નો કોન્ટ્રેક્ટ પણ આપવામાં આવેલ. પરંતુ કોન્ટ્રાકટર દ્વારા માટીકામ અને મેટલ કામ કરવામાં આવેલ છે.જયારે બે કરોડના કામમાં હવે મુખ્ય કામ જે ડામર કામ બાકી છે. અને કામ ઘણા સમય થયા બંધ છે. આ બાબતે મોટાભેલા ગામના સરપંચ તેમજ ગામના લોકો મૌખિક રજૂઆત મળેલ છે. અને જો આ બાબતે યોગ્ય કાર્યવાહી તાત્કાલિક કરવામાં નહિ આવે તો ગામ લોકો સાથે રહીને આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે.મોરબીના ધારાસભ્યએ બે દિવસ પહેલા જ પોતાના દ્વારા કામો મંજુર કરાવ્યાના સમાચાર પ્રસિદ્ધ કરાવેલ છે.પરંતુ કામો પુરા જ ન થવાના હોય તેવા કામોની જાહેરાતનો શું અર્થ..? આવું જ મોરબી-પીપળી-જેતપર રોડનું છે.ઘણા વર્ષોથી કામ ચાલુ જ છે.આગળ કામ ચાલે છે.અને પાછળ કરેલ કામ તુટવા પણ લાગ્યું છે.પરંતુ કામ પૂરું થયું નથી..! આવુજ બીજું કામ મોરબી-હળવદ રોડનું છે.જે પણ ઘણા સમયથી ચાલે છે.પરંતુ પૂરું જ નથી થતું..! કેમ ? અને કામ પણ ખુબજ નબળું થઇ રહ્યું છે.તેવો લોકો પણ આક્ષેપ કરી રહ્યા છે.તેમજ મહેન્દ્રનગર પાસેનો ઓવેર બ્રીજ પણ ક્યારે પૂરો થશે ? તે જ નક્કી થાય તેમ નથી.મોરબી શહેરમાં પંચાસર રોડનું કામ પણ ઘણા સમય થયા ચાલે છે. પંરતુ પૂરું જ નથી થતું અને પૂરું થયા પહેલા તુટવા પણ લાગે છે. અને કામ માં નબળું મટીરીયલ વાપરવામાં આવે છે. આની તપાસ કરાવવા માંગણી છે.
મોરબી લીલાપરથી બાયપાસને જોડતો કેનાલ બાજુનો રોડ પણ ઘણી જગ્યાએ બાકી છે.ત્યાં જ ઘણી જગ્યા એ તૂટી જવા લાગ્યો છે.તો શું સિમેન્ટ કોન્ક્રીટ રોડનું આયુષ બે વર્ષનું જ હોય છે.? જો ના તો આવું કામ કરનાર કોન્ટ્રકાટર સામે તંત્ર કેમ કઈ પગલા લેતું નથી.? અને હજુ કામ પણ અધૂરું જ છે.હમણા ત્રણ-ચાર દિવસ પહેલા અવની ચોકડીએ જે કામ ચાલતું હતું તે કામ નબળું થતું હોવાની વોટસેપ દ્વારા મોરબી પૂર્વ ચીફ ઓફિસર અને હાલના ડે.કમીશનર ને ફોટાઓ મોકલાવેલ છે.આની તપાસ કરાવી યોગ્ય કરવા વિનંતી કરવામાં આવી છે.આવુ તો ઘણું બધું છે.તો શું? કામો મંજુર કાર્ય પછી પુરા જ કરવાના નથી હોતા ? શું ફક્ત પોતાની જાહેરાત કરવા પુરતી જ ધારાસભ્યની ફરજ હોય છે.? ઉપરોક્ત દરેક બાબતે જો તાત્કાલિક યોગ્ય જવાબ નહિ મળે અને આ બાબતે યોગ્ય કાર્યવાહી નહિ કરવામાં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધીચિંધ્યા માર્ગે રજુઆતો કરીશું ? તેમ રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ કે.ડી.બાવરવાએ યાદીમાં જણાવ્યું છે.