મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં દાદીના ત્રાસથી કંટાળીને કિશોરી ઘર છોડીને નીકળી ગઈ !


SHARE













મોરબીમાં દાદીના ત્રાસથી કંટાળીને કિશોરી ઘર છોડીને નીકળી ગઈ !

વર્તમાન સમયમાં ઘણી વખત ચિંતાજનક કહી શકાય તેની ઘટનાઓ સામે આવતી હોય છે આવી જ રીતે મોરબીમાં દાદીના માનસિક ત્રાસથી કંટાળી કિશોરી ઘરેથી કોઈને કશું જ કહ્યા વગર નીકળી ગહતી જો કે, મોરબી ૧૮૧ અભયમની ટીમે ઘરેથી નીકળી ગયેલ કિશોરીનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

મોરબી અભયમની ટીમને જાગૃત નાગરિકનો કોલ આવેલ હતો કે, લખધીરપુર નજીક એક અજાણી યુવતી રડતી-રડતી દોડાદોડી કરે છે જેથી કરીને અભયમની ટિમ ત્યાં પહોચી હતી અને ત્યારે મારે મરી જવું છે એવો એક જ શબ્દ બોલે છે અને દીકરી ખુબ જ ગભરાયેલ હતી જેથી તેણે અભયમની ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ જયશ્રીબેન કોઠિવાર  અને પાયલોટ વિજયભાઈએ સંતવાના આપી હતી અને એક કારખાનાએ બેસાડેલ હતી ત્યાર બાદ કિશોરીએ જણાવ્યુ હતું કે તેના માતા પિતાનું અવસાન થયેલ છે અને તેઓ એક ભાઈ અને બે બહેન તેમના દાદી સાથે રહે છે અને કામકાજ બાબતે તેના દાદી ખીજાતા હતાં અને રસોઈ બનાવવા બાબતે દાદી નાની નાની વાતે તેની સાથે અયોગ્ય વર્તન કરતા હતા અને માનસિક ત્રાસ આપતા હતા તેમજ ઘરની બહાર નીકળી જા, તું મરી જા વિગેરે બોલતા હતા જેથી કિશોરી કંટાળીને ઘર છોડીને કોઈને કહ્યા વગર નીકળી ગહતી. જો કે, અભયમની ટીમે કિશોરીના દાદીને સમજાવીને દીકરીનું ધ્યાન રાખવા જણાવેલ છે અને કિશોરીનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ છે.






Latest News