મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી નજીક છરીની અણીએ થયેલ લૂંટના ગુનામાં કચ્છની કુખ્યાત સમા ગેંગના એક સાગરીત સહિત બેની ધરપકડ: 10.74 લાખનો મુદામાલ કબજે


SHARE









મોરબી નજીક છરીની અણીએ થયેલ લૂંટના ગુનામાં કચ્છની કુખ્યાત સમા ગેંગના એક સાગરીત સહિત બેની ધરપકડ: 10.74 લાખનો મુદામાલ કબજે

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર પાસે રાત્રીના સમયે ટ્રકના ડ્રાઇવરોને છરી બતાવીને 750 લિટર ડીઝલની લૂંટ કરવામાં આવી હતી જેની ફરિયાદ આધારે આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં એલસીબીની ટીમે કચ્છની કુખ્યાત સમા ગેંગના એક સભ્ય સહિત બે આરોપીઓની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ચોરાઉ ડીઝલ સહિત કુલ મળીને 10,74,850 નો મુદામાલ કબજે કરેલ છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજકોટના રહેવાસી સંજયભાઇ ગોવિંદભાઇ ચાવડા (38)એ ડિઝલની લૂંટની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, ગત તા.૨/૧ ના રાત્રીના આશરે ત્રણેક વાગ્યાના અરસામાં લાલપર ગામની સામે શ્રી હરી ચેમ્બર્સ પટેલ વિહાર હોટલની બાજુમાં વિજય ટ્રાન્સપોર્ટ ઓફીસ સામે પાર્ક કરેલ ટ્રકના ડ્રાઇવરો ટ્રકમાં સુતા હતા ત્યારે એક સફેદ કલરની સ્કોર્પીઓ ગાડીમાં ત્રણ અજાણ્યા કચ્છીભાષા બોલતા આશરે 35-40 વર્ષની ઉમરના શખ્સો આવ્યા હતા અને ટ્રકોની ડીઝલની ટાંકીઓમાંથી ડીઝલ કાઢવા જતા ટ્રકના ડ્રાઇવરો જાગી જતા તેઓએ પ્રતિકાર કરતા આ શખ્સોએ છરી બતાવી ડરાવી ધમકાવીને બે ગાડીઓમાંથી આશરે 550 લીટર ડીઝલની લુટ કરી હતી તેમજ બીજા ટ્રાન્સપોર્ટ વાળાના ટ્રકોમાંથી પણ આવી જ રીતે છરીની અણીએ લૂંટ કરવામાં આવી હતી જેથી કુલ મળીને 750 લિટર ડીઝલની લૂંટની ફરિયાદ નોંધાયેલ હતી જેથી કરીને આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી.

તેવામાં એલસીબીના પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ એલસીબી અને પેરોલફર્લો સ્ટાફના માણસો અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરી રહ્યા હતા અને આજુબાજુના સ્થળોએ લગાવવામાં આવેલ સી.સી.ટી.વી. કેમેરા ચેક કર્યા હતા દરમ્યાન આ ગુનાને અંજામ આપનાર આરોપીઓ પૈકીના અમુક આરોપીઓ સફેદ કલરની સ્કોર્પીઓ ગાડી નં જીજે 12 સીજી 2218 વાળીમાં મોરબીના નઝરબાગ રોડ રફાળેશ્વર ગામ જતા રસ્તા ઉપર આવેલ ઓમકેન કારખાના બહાર ઉભેલ હોવાની હકિકત મળેલ હતી જેથી કરીને પોલીસે ત્યાં જઈને તપાસ કરતા તે ગાડીમાં બેઠેલા બે શખ્સોની પ્રાથમિક પૂછપરછમાં તેણે લુટના ગુનાની કબૂલાત કરી હતી જેથી કરીને પોલીસે આરોપી આમદ ઉર્ફે ભાભો સીદીકભાઇ સમા (30) રહે. નાનાદીનારા જામા મસ્જીદ પાસે તાલુકો ભુજ કચ્છ અને શીવકુમાર હરીસિંગ કરણ (30) રહે. હાલ જુના મકનસર ધર્મમંગલ સોસાયટી તાલુકો મોરબી મૂળ રહે એમપી વાળાને પકડ્યા હતા અને બંને આરોપીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ છે.

 

વધુમાં પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ આ ગુનામાં આરોપી હનીફ ઓસમાણ સમા રહે. મોટાબાંધા તાલુકો ભુજ કચ્છ, અબુબકર રમજાનભાઈ સમા રહે. મોટા દીનારા તાલુકો ભુજ કચ્છ અને મજીદભાઇ તૈયબભાઇ સમા રહે. નાના દીનારા તાલુકો ભુજ કચ્છ વાળાને પકડવાના બાકી છે અને હાલમાં પકડાયેલા બે શખ્સ પાસેથી પોલીસે લૂંટ કરેલ 750 લિટર ડીઝલ જેની કિંમત 67,500, સ્કોર્પીઓ ગાડી નં. જીજે 12 સીજી 2218 જેની કિંમત પાંચ લાખ, બોલેરો પીકઅપ ગાડી નં. જીજે 3 એવી 7695 જેની કિંમત ત્રણ લાખ. ઇકો ગાડી નં. જીજે 36 એસી 2380 જેની કિંમત બે લાખ, છરી, ડીઝલ ભરવાના ખાલી કેરબા, પાઇપ અને બે મોબાઈલ ફોન મળીને કુલ 10,74,850 નો મુદામાલ કબજે કરેલ છે.

વધુમાં પોલીસે જણાવ્યુ છે કે, આ તમામ આરોપીઓ છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વાહનોમાં કચ્છમાંથી રાત્રીના સમયે આવી રીતે હાઇવે રોડ તથા હોટલોમાં પાર્ક કરેલ ટ્રકની ડીઝલ ટાંકીઓના ઢાંકણા ખોલીને તેમાંથી ડીઝલની ચોરી અને જો ટ્રકના ડ્રાઇવરો તેઓનો પ્રતિકાર કરે તો તેઓને છરીઓ બતાવીને લૂંટ કરતાં હતા અને હાલમાં જે આરોપી આમદ ઉર્ફે ભાભો સીદીકભાઇ સમા પકડવામાં આવેલ છે તે કચ્છ જીલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશન્મા નોંધાયેલ 11 ગુનામાં પકડાયેલ છે. જો કે, હાલમાં પકડવાના બાકી આરોપી મજીદભાઇ તૈયબભાઇ સમા કચ્છ જિલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશનમાં 14 ગુનામાં પકડાયેલ છે અને ૩ ગુનામાં હજુ પણ વોન્ટેડ છે, અબુબકર રમજાનભાઈ સમા જુદાજુદા 5 ગુનામાં પકડાયેલ છે અને એક ગુનામાં વોન્ટેડ છે તો હનીફ ઓસમાણ સમા ભચાઉ વિસ્તારના એક ગુનામાં પકડાયેલ છે. આમ કચ્છની કુખ્યાત સામ ગેંગના એક સાગરીત સહિત બે આરોપીને મોરબીમાં થયેલ ડીઝલ લૂંટના ગુનામાં પકડી લેવામાં આવેલ છે અને બાકીના આરોપીઓને પકડવા તજવીજ ચાલી રહી છે.




Latest News