મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી નગરના મહાપાલિકાએ બે ભાગ કર્યા: કામગીરીના વિભાજન માટે પૂર્વ-પશ્ચિમ ઝોન બન્યા


SHARE













મોરબી નગરના મહાપાલિકાએ બે ભાગ કર્યા: કામગીરીના વિભાજન માટે પૂર્વ-પશ્ચિમ ઝોન બન્યા

મોરબી મહાપાલિકામાં આજુબાજુના ગામનો સમાવેશ કરેલ છે ત્યારે દરેક વિસ્તારમાં ઝડપથી કામ કરવામાં આવે તેના માટે મોરબી મહાપાલિકાના બે ભાગ કરવામાં આવેલ છે અને પૂર્વ અને પશ્ચિમ એમ બે ઝોન કર્યા છે અને તે ઝોનમાં જે વિસ્તાર આવતો હશે તે ઝોનમાં જઈને લોકોને હવે તેની ફરિયાદ આપવાની રહેશે અને ત્યાંથી જ તેને મહાપાલિકાની કે સરકારી સેવાનો લાભ મળશે.

મોરબી મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા નગરના બે ઝોન કરવામાં આવેલ છે જેમાં બન્ને ડેપ્યુટી કમિશનરોને એક એક ઝોનની જવાબદારી સોંપી દેવામાં આવી છે. હાલમાં જે બે ઝોન બનાવવામાં આવેલ છે તેમાં પૂર્વ ઝોનમાં ભડિયાદ (જવાહર), ત્રાજપર (માળિયા વનાળીયા), મહેન્દ્રનગર (ઇન્દિરાનગર), અમરેલી અને નગરપાલિકા વોર્ડ નં.2, 3, 4, 5, 6, 13 અને પશ્ચિમ ઝોનમાં શકત શનાળા, રવાપર, લીલાપર, નાની વાવડી, માધાપર/વજેપર ઓ.જી. અને નગરપાલિકા વોર્ડ નં.1, 7, 8, 9, 10, 11, 12 નો સમાવેશ થાય છે


વધુમાં મળેલ માહિતી મુજબ ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળાને પશ્ચિમ ઝોન અને સંજયકુમાર સોનીને પૂર્વ ઝોનની જવાબદારી સોંપવામાં આવેલ છે અને મહાપાલિકા વિસ્તારમાં વહીવટી સરળતા માટે તેમજ લોકોના કામનો ઝડપી થાય તેના માટે આ બે ઝોનમાં શહેરને વિભાજીત કરવામાં આવ્યું છે અને પૂર્વ ઝોનની ઓફિસ મોરબીના રેલ્વે સ્ટેશન રોડે આવેલ રેઇન બસેરામાં કાર્યરત કરવામાં આવશે અને પશ્ચિમ ઝોનની ઓફીસ મોરબી મહાપાલિકામાં જ કાર્યરત રહેશે.

બે પ્લાનિંગ આસિસ્ટન્ટની નિમણુંક કરાઇ

મોરબી મહાપાલિકાની રચના કરવામાં આવ્યા બાદ સરકારી નવી ઊભી કરેલ જગ્યાઓ ઉપર એક પછી એક અધિકારીની નિમણુંક કરવામાં આવી રહી છે અને તાજેતરમાં નગર આયોજન અને મુલ્યાંકન ખાતાના પ્લાનીંગ આસીસ્ટન્ટ વર્ગ-૩ની નિમણુંક કરવામાં આવી છે જેમાં કલ્પેશકુમાર એ. કાછડીયા અને કૃતિ બી. ખોખાણીને પ્લાનિંગ આસિસ્ટન્ટનો વધારાનો ચાર્જ આપવામાં આવેલ છે.






Latest News