મોરબી નગરના મહાપાલિકાએ બે ભાગ કર્યા: કામગીરીના વિભાજન માટે પૂર્વ-પશ્ચિમ ઝોન બન્યા
મોરબીના સોઓરડી વિસ્તારમાં કચરો કલેક્શનની ગાડી નિયમિત કરાવવા-કચરા પેટી મૂકવાની કોંગ્રેસની માંગ
SHARE
મોરબીના સોઓરડી વિસ્તારમાં કચરો કલેક્શનની ગાડી નિયમિત કરાવવા-કચરા પેટી મૂકવાની કોંગ્રેસની માંગ
મોરબીમાં કચરા કલેક્શનના વાહનો નિયમિત રીતે જુદાજુદા વિસ્તારમાં આવી રહ્યા નથી જેથી કરીને આ બાબતે મોરબી શહેર કોંગ્રેસનાં મહામંત્રી કમિશ્નરને લેખિતમાં રજૂઆત કરીને અનિયમિત આવતી ગાડીઑ સમયસર આવે તેમજ જરૂર હોય તે જગ્યાએ કચરા પેટી મૂકવાની માંગ કરી છે.
મોરબી શહેર કોંગ્રેસનાં મહામંત્રી વસીમ મન્સૂરીએ કમિશ્નરને કરેલ રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી શહેરમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલ સો ઓરડી વિસ્તારમાં કચરો કલેક્શન કરવા માટેની ગાડી નિયમિત આવતી નથી જેથી કરીને તે સમયસર આવે તેના માટે રજૂઆત કરી છે તેમજ સોઓરડીના રહેવાસીઓને કચરો પોટરીના ગ્રાઉન્ડમાં નાખવો પડતો હોય છે અને ત્યાંથી યોગ્ય સફાઈ ન થતાં કચરાના ગંજ ખડકાઈ ગયા છે જેથી કરીને બીમારી ફેલાઈ તેવી શક્યતા છે ત્યારે પોટરીના ગ્રાઉન્ડમાં પડેલ કચરાને દૂર કરવામાં આવે અને ત્યાં યોગ્ય સફાઈ કરવીને કચરા પેટી મૂકવામાં આવે તેવી પણ માંગ કરી છે.