મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ કેસમાં આરોપીને 20 વર્ષની સજા


SHARE







મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ કેસમાં આરોપીને 20 વર્ષની સજા

હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2022 માં અપહરણ, દુષ્કર્મ અને પોકસોની ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં પોલીસ દ્વારા આરોપીને પકડવામાં આવ્યો હતો અને આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં મદદનીસ સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલો તથા 47 જેટલા પુરાવો અને ધ્યાને લઈને કોર્ટ દ્વારા આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે

વર્ષ 2022 માં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને પોલીસ સ્ટેશને અપહરણ, દુષ્કર્મ અને પોકસોની ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં હળવદ તાલુકા પોલીસ દ્વારા આરોપી અરવિંદભાઈ રેમનભાઇ ઉર્ફેર રેમણભાઈ નાયકા (23) રહે. બારોજ જિલ્લો છોટાઉદેપુર વાળાની ધરપકડ કરવામાં આવી હતી અને આ કેસ મોરબીમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ (સ્પેશિયલ પોકસો કોર્ટ)ના વિશેષ ન્યાયાધીશ કે.આર.પંડ્યાની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં મોરબી જિલ્લાના મદદનીસ સરકારી વકીલ એન.ડી. કારીયા દ્વારા કરવામાં આવેલી દલીલો તથા 47 જેટલા દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઇને કોર્ટે આરોપી અરવિંદભાઈ રેમનભાઇ ઉર્ફે રેમણભાઈ નાયકાને દોષિત ઠરાવેલ છે અને જુદી જુદી કલમ હેઠળ 20 વર્ષની સજા અને જુદી-જુદી કલમો હેઠળ કુલ મળીને 25,000 રૂપિયાનો દંડ કરવામાં આવેલ છે અને ભોગ બનનારને ચાર લાખ રૂપિયાનું વળતર તથા આરોપી દંડની રકમના 25,000 ભરે તો તે સહિત કુલ 4,25,000 આપવા અને જો આરોપી દ્વારા દંડની રકમ ન ભારે તો 4,00,000 વળતર પેટે આપવા હુકમ કરવામાં આવ્યો છે






Latest News