મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ કેસમાં આરોપીને 20 વર્ષની સજા
મોરબીમાં આવેલ નવજીવન સ્કૂલનો વાર્ષિકોત્સવ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે રવિવારે યોજાશે
SHARE
મોરબીમાં આવેલ નવજીવન સ્કૂલનો વાર્ષિકોત્સવ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે રવિવારે યોજાશે
મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે નવજીવન સ્કૂલના વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને સ્પંદન-2025 નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શાળાના બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવશે.
મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે દ્વારા દર વર્ષે નવજીવન સ્કૂલના વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા 12/1/25 ને રવિવારે સ્પંદન-2025 નું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે સાંજે સાડા પાંચ કલાકથી આ કાર્યકમ શરૂ કરવામાં આવશે અને આ તકે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અવનવી અનેક કૃતિઓ રજૂ કરવામાં આવશે અને આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા નવજીવન અને ન્યૂએરા સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી ડી.બી. પાડલીયા હાજર રહેવાના છે ત્યારે નવજીવન વિદ્યાલય અને ન્યુએરા વિદ્યાલયના સંચાલક હાર્દિકભાઈ પાડલીયા દ્વારા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે થઈને તમામ વાલીઓએ ખાસ હાજર રહેવા માટે થઈને આમંત્રણ આપવામાં આવ્યું છે.