મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હવે મોરબીના નાની વાવડી ગામ નજીક દિપડાએ દેખાયો: ખેડૂતો-મજૂરોમાં ફફડાટ


SHARE









હવે મોરબીના નાની વાવડી ગામ નજીક દિપડાએ દેખાયો: ખેડૂતો-મજૂરોમાં ફફડાટ

મોરબીના તાલુકામાં જુદાજુદા ગામની સીમમાં દીપડો ખુલ્લો ફરી રહ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો અને ખાસ કરીને ખેત મજૂરોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે. અને હાલમાં આ દિપડો નાની વાવડી ગામ પાસે વાડી વિસ્તારમાં દેખાયો છે જેની ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી છે ચડી આવ્યો છે.

મોરબી તાલુકાનાં રાજપર અને પંચાસર ગામની સીમમાં થોડા દિવસો પહેલા દીપડો દેખાયો હતો અને તેનો વિડીયો પણ સોશ્યલ મીડિયામ વાઇરલ થયેલ હતો ત્યારે બાદ તે પાંજરે પુરાયેલ નથી અને હાલમાં તે દીપડો નાની વાવડી ગામના વાડી વિસ્તારમાં જોવા મળ્યો હતો. મળતી રહેલ માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામે ખેત મંજૂરે દિપડાને જોયો હતો અને આ દીપડાએ નાની વાવડી ગામની સીમમાં રોજડાનું મારણ કર્યું હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે અને છેલ્લા ઘણા દિવસોથી દીપડો ખુલ્લો ફરી રહ્યો છે જેથી કરીને રાતે ખેતરે જતાં ખેડૂતો તેમજ ખેયરે જ રહેતા મજૂરો અને તેના પરિવારમાં ફફડાટ ફેલાઈ ગયો છે હાલમાં નાની વાવડી ગામાં પાસે દીપડાના પગના નિશાના પણ જોવા મળે છે. જેથી કરીને આ અંગેની ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરી છે.




Latest News