મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અજાણ્યા ટ્રકની હડફેટે 32 વર્ષીય યુવકનું મોત મોરબીના લાલપર પાસે મેટાડોર ચાલકે રીક્ષાને હડફેટે લેતા આઠ ઈજાગ્રસ્તો સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી નજીક કુદરતી હાજતે ગયેલ બાળકનું કેનાલના પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE







































મોરબી નજીક કુદરતી હાજતે ગયેલ બાળકનું કેનાલના પાણીમાં ડૂબી જવાથી મોત

મોરબી નજીકના નીચી માંડલ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલ પાસે બાળક કુદરતી હાજતે ગયો હતો ત્યારે પગ લપસી જવાના કારણે તે કેનાલમાં પડી જતા પાણીમાં ડૂબી ગયો હતો જેથી તે બાળકનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બધા અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ શ્યામ કંપની પાસેથી નર્મદાની કેનાલ પસાર થાય છે તે કેનાલ પાસે પ્રભુભાઈ નીનામાનો 15 વર્ષનો દીકરો સુભાષ કુદરતી હાજતે ગયો હતો ત્યારે કોઈ કારણોસર અકસ્માતે પગ લપસતા તે કેનાલમાં વહેતા પાણીમાં ડૂબી ગયો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તે બાળકના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

મોરબી નજીકના મકનસર ગામે રહેતા સુરેશભાઈ દેવજીભાઈ ચાવડા (30) નામનો યુવાન બાઇક લઈને પાનેલી રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અકસ્માતે તેનું બાઈક સ્લીપ થઇ ગયું હતું જેથી તે રસ્તા ઉપર પટકાયો હતો અને તેને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીમાં નજરબાગ રોડ ઉપર આવેલ જવાહર સોસાયટીમાં રહેતા કનુભાઈ કુંભાભાઇ ભરવાડ (43) નામનો યુવાન બાઇક લઈને મોરબીના બગથળા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે કૂતરું ઉતરતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં યુવાનને ઇજા થયેલ હતી જેથી કરીને 108 મારફતે તેને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નક્ષત્ર હોસ્પિટલે તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.
















Latest News