ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં પાંચ દિવસમાં કરુણા અભિયાન હેઠળ 57 અબોલ જીવોની સારવાર કરાઈ


SHARE













મોરબી જિલ્લામાં પાંચ દિવસમાં કરુણા અભિયાન હેઠળ 57 અબોલ જીવોની સારવાર કરાઈ

રાજ્યમાં દર વર્ષે તા. 10 થી 20 જાન્યુઆરી સુધી કરૂણા અભિયાન ચલાવવામાં આવે છે. જેમાં મોરબી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા કુલ 57 અબોલ જીવોની સારવાર કરવામાં આવી હતી. જેમાં 7 પક્ષી, 35 કુતરા, 11 ગાય, 4 બિલાડીની સારવાર કરવામાં આવી હતી.


મોરબી જિલ્લામાં 1962 કરૂણા એનિમલ એમ્બ્યુલન્સની ટીમના ડૉ.વિપુલ કાનાણી અને પાઈલોટ  ભરતભાઇ કરમટા દ્વારા અનેક ઈજાગ્રસ્ત પશુ-પંખીઓની તાત્કાલિક ધોરણે સારવાર કરવામાં આવી હતી અને તેમને નવજીવન આપવામાં આવ્યું હતું. પતંગની ઘાતક દોરીથી નિર્દોષ પશુ પક્ષીઓ, નાગરિકો ન ઘવાય તે માટેની સાવચેતી કેળવાય તેથી તમામ નાગરિકોને કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ ટીમ તેમજ રાજ્ય સરકાર દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. કરૂણા અભિયાન દરમિયાન અબોલ જીવો જે પતંગના દોરાથી ઘાયલ હોય અને અન્ય કોઈ રીતે વધારે ગંભીર ઈજા કે બીમારીથી પીડાતા હોય તેની ખાસ સારવાર કરવામાં આવે છે. આગામી તા. 20 જાન્યુઆરી સુધી ચાલનારા આ અભિયાનમાં જો કોઈપણ નાગરિકને ક્યાંય પણ અબોલ જીવો કરુણ અવસ્થામાં જોવા મળે તો નિ:શુલ્ક હેલ્પલાઇન નંબર 1962 માં ફોન કરી તેમનો જીવ બચાવવા મોરબી જિલ્લાના પ્રોજેક્ટ મેનેજર ડૉ. સોહેબ ખાન અને મોરબી જિલ્લાના પ્રોજેક્ટ કૉ-ઑર્ડિનેટર જૈમિન પાટિલસર્વે મોરબીવાસીઓને અપીલ કરી છે.






Latest News