રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિક ઉદ્યોગપતિ સાથે લાખો રૂપિયાની છેતરપિંડીના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE









મોરબીમાં સિરામિક ઉદ્યોગપતિ સાથે લાખો રૂપિયાની છેતરપિંડીના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબીમાં સિરામિક કારખાનું ધારવતા યુવાનની સાથે ભેજાબાજ શખ્સે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર તરીકેની ઓળખ આપીને વ્હોટસએપમાં મેસેઝ કર્યો હતો ત્યાર બાદ યુવાનને વિશ્વાસમાં લઈને તેની પાસેથી ડીલરને એડવાન્સ પેમેન્ટ તરીકે 98 લાખ આપવાનું કહેવામા આવ્યું હતું જેથી યુવાને પેમેન્ટ કરી આપ્યું હતું ત્યાર બાદ જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે મે કોઈ મેસેજ કરેલ નથી જેથી યુવ સિરામિક ઉદ્યોગાકાર સાથે 98 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબીના આલાપ રોડ શીવશકિત પાર્ક આસોપાલવ એપાર્ટમેન્ટમાં રહેતા અને સિરામિક કારખાનું ધારવતા કેતનભાઇ પ્રભુલાલ દલસાણીયા (38)એ મોરબી જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં મોબાઇલ નં. 99369 55716 ના ધારક તથા યુકો બેંક એકાઉન્ટ નં. 34990210000687 ના ખાતા ધારક સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ હતી કે, ગત તા. 19/11/24 ના રોજ ફરિયાદી મોરબી નજીક આવેલ તેના કોરલ ગોલ્ડ ટાઇલ્સ પ્રા.લી કારખાનની ઓફીસે હતા ત્યારે આરોપીએ વ્હોટશએપ નં. 99369 55716 ઉપરથી ફરિયાદીને વ્હોટસએપમાં મેસેઝ કર્યો હતો અને તેણે પોતે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર શરત ચાંડાક તરીકે પોતાની ઓળખ આપી હતી અને ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો

જો કે, ફરિયાદી અવારનવાર વ્હોટસએપ ચેટ દ્રારા જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર શરત ચાંડાક સાથે નાણાકીય વ્યહવાર કરતા હોય ફરિયાદીને જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર તરીકે ઓળખ આપનાર શરત ચાંડાકે યુકો બેંક એકાઉન્ટ નંબર 34990210000687 માં ફરિયાદીને ડીલરને એડવાન્સ પેમેન્ટ તરીકે 98 લાખ મોકલી આપવા ચેટથી વાત કરેલ હતી. જેથી ફરિયાદીએ યુકો બેંકના એકાઉન્ટ નંબરમાં 98 લાખ આરટીજીએસ દ્રારા મોકલી આપેલ હતા. અને ફરિયાદી શરત ચાંડાક સાથે વાત કરતા પોતે તેને કોઇ મેસેઝ નહી કરેલ હોવાની વાત કરેલ હતી જેથી યુવાનને તેની સાથે કાવતરૂ રચીને 98 લાખની છેતરપીંડી થઈ હોવાથી ફરિયાદ નોંધાવતાં પોલીસે બીએનએસ અને આઇ.ટી એકટની જુદીજુદી કલામ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી.

આ ગુનાની તપાસ કરી રહેલા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એસ.પટેલ અને તેઓની ટીમ દ્વારા પહેલા લોકેન્દ્ર ઉર્ફે લકી ઓમપ્રકાશ મીણા, શ્યામબિહારી પરમાનંદજી નાગર, મુકેશ ગોરધનભાઈ પ્રજાપતિ અને હર્ષકુમાર રાજેન્દ્ર શર્મા નામના ચાર આરોપીઓને પકડવામાં આવેલ હતા અને તે ચારેય જેલમાં છે ત્યારે આ ગુનામાં પીઆઇ આર.એસ.પટેલ દ્વારા આરોપી મહંમદ મુબાસીર મહંમદ હાસીમ હાશ્મી (23) રહે. મનરા લાઇન લીયાકતઅલી રોડ તાલુકો જીલ્લો ચતરા ઝારખંડ વાળાની ગત તા.11-1 ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં રજૂ કરી તેના પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જે રિમાન્ડ પૂર્ણ થતા આજે તેને પુનઃ કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવું પોલીસ પાસેથી જાણવા મળેલ છે.

મારા મારીમાં ઇજા

મોરબીમાં પાડાપુલ નીચેના ભાગમાં આવેલ ઝૂંપડામાં રહેતા રતનભાઇ શામજીભાઈ સોલંકી નામના યુવાનને પાડાપુલ નીચેના ભાગમાં મારામારીનો બનાવ બનેલ હતો જેમાં તેને ઈજા થઈ હતી. આવી જ રીતે મોરબીના વીસીપરા વિસ્તારમાં બિલાલી મસ્જિદ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં રૂશાનાબેન અહમદભાઈ દોસાણી (25) નામની મહિલાને ઇજા થયેલ હોવાથી ઇજા પામેલ મહિલાને સારવાર લઈ ગયા હતા અને બંને બનાવની સ્થાનિક પોલીસને જાણ કરી હતી.

બાઇક સ્લીપ

ચરાડવા ગામે આવેલા બસ સ્ટેશન પાસે રોડ ઉપરથી પસાર થયેલ ખરેડા ગામે રહેતા ભગવાનજીભાઈ કુંવરજીભાઈ નામના વૃદ્ધનું બાઈક ખાડાના કારણે સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં તેઓને ઇજા થયેલ હોવાથી તેને મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યારે બાદ આ બનાવની પોલીસને જાણ કરી હતી.




Latest News