મોરબીમાં ઘરે સીડી ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ મહિલા રાજકોટ સારવારમાં
SHARE
મોરબીના રોહીદાસપરામાં ઘરે સીડી ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ મહિલા રાજકોટ સારવારમાં
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહીદાસ પરામાં રહેતી મહિલા પોતે પોતાના ઘરે સીડી ઉપરથી નીચે પટકાતા તેને માથામાં અને શરીરે ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી હતી અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રોહીદાસ પરામાં શેરી નં. 4 માં રહેતા પાર્વતીબેન દિનેશભાઈ રાઠોડ (40) નામની મહિલા પોતે પોતાના ઘરે હતી ત્યારે સીડી ઉપરથી કોઈ કારણસર અકસ્માતે પડી જતા તેને માથાના ભાગે તથા શરીરે ઇજા થઈ હતી જેથી તે મહિલાને સારવાર માટે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મારામારીમાં ઇજા
માળીયા (મી)ના નાના દહીસરા ગામે મંદિર પાસે ઝૂંપડામાં રહેતા શ્યામભાઈ શ્રીરામભાઈ બાવળીયા (40), રાનીબેન શ્યામભાઈ બાવળીયા (35) અને અંજલિ શ્યામભાઈ બાવળીયા (14) નામના ત્રણ વ્યક્તિઓને મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને બનાવની પોલીસને જાણ કરી છે.
મારામારીમાં ઇજા
મૂળ એમપીના રહેવાસી મહેન્દ્ર ભગવાનજી મંડલોય (21) નામના યુવાનને મોરબી માળિયા હાઇવે રોડ પર લક્ષ્મીનગર ગામ પાસે મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી