મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અજાણ્યા ટ્રકની હડફેટે 32 વર્ષીય યુવકનું મોત મોરબીના લાલપર પાસે મેટાડોર ચાલકે રીક્ષાને હડફેટે લેતા આઠ ઈજાગ્રસ્તો સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામે ચાલી રહેલા ખનીજ ચોરી બંધ કરાવવા માજી ઉપસરપંચની માંગ


SHARE







































મોરબીના બેલા ગામે ચાલી રહેલા ખનીજ ચોરી બંધ કરાવવા માજી ઉપસરપંચની માંગ

મોરબીનાં બેલા (રં) ગામની સીમમાં સરકારી જમીનમાં અગાઉ ખનીજ ચોરીની ફરિયાદી કરી હતી જેથી કરીને ખનીજ ચોરી બંધ થઈ ગયેલ હતી જો કે, હાલમાં ફરી પાછી ખનીજ ચોરી શરૂ કરવામાં આવેલ છે જેથી કરીને ગામના માજી ઉપસરપંચ દ્વારા કલેક્ટરને રજૂઆત કરીને ખનીજ ચોરીને બંધ કરાવવાની માંગ કરવામાં આવી છે.

મોરબીના બેલા ગામના માજી ઉપસરપંચ પ્રવિણચંદ્ર એસ. આચાર્ય દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છેકે, બેલા (રંગપર) ગામે સરકારી જમીનમાં મોટા પાયે ખનીજ ચોરી કરવામાં આવી રહી છે. અને ખોખરા બેલા સીમમાં જીઈબીની બાજુમાં હાલ ખનીજ ચોરી ચાલી થાય છે. ત્યાં રાત્રિના ૧૧:૦૦ થી વહેલી સવારે ૪:૦૦ વાગ્યા સુધી બેફામ ખનીજ ચોરી કરવામાં આવે છે અને તેના માટે બે હીટાચી, ૨૦ ટ્રક ત્યાં કામે લગાડવામાં આવે છે. અત્રે ઉલેખનીય છે કે, ગત તા.  ૩૦/૧૧/૨૦૨૪ નાં રોજ ખનીજ વિભાગે રેડ કરીને ખનીજ ચોરી બંધ કરાવી હતી. જો કે, હાલમાં ફરી પાછી ત્યાં ખનીજ ચોરી ચાલુ થયેલ છે અને અગાઉ જે લોકો ખનીજ ચોરી કરતા હતા તે જ લોકો હાલમાં ત્યાંથી ખનીજ ચોરી કરી રહયા છે. અને ગામમાં થતી ચર્ચા મુજબ ગામના સરપંચ અને તલાટિના આશીર્વાદથી અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સાથે મિલીભગત કરીને જ આ ખનીજ ચોરી કરવામાં આવી રહી છે. જો અધિકારી દ્વારા ખનીજ ચોરી પાછી કેમ ચાલુ થઇ ?, જો ખનીજ ચોરીની જાણ કરવા માટે કોઈ ફોન કરે તો ખનીજ વિભાગના અધિકારી ફોન ઊપડતાં નથી ?, જેથી હાલમાં કલેક્ટરને રજૂઆત કરીને ખનીજ ચોર બંધ કરાવવાની માંગ કરી છે. અને જો કોઈ પગલાં લેવામાં નહીં આવે તો ના છુટકે હાઈકોર્ટમાં પીટીશન કરવામાં આવશે તેવી ચીમકી અરજદારે ઉચ્ચારી છે.
















Latest News