મોરબી પોલીસે જાહેરમાં જોખમી સ્ટંટ કરનાર તથા દારૂના ગુનામાં એક વર્ષથી ફરાર બે શખ્સને ઝડપી પાડ્યા
મોરબીની ગ્રાહક કોર્ટે ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કરેલા હુકમથી નારાજગી: રાજ્ય ગ્રાહક કમિશનમાં કરાઇ અપીલ
SHARE







મોરબીની ગ્રાહક કોર્ટે ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કરેલા હુકમથી નારાજગી: રાજ્ય ગ્રાહક કમિશનમાં કરાઇ અપીલ
મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજન દ્વારા ગ્રાહક કોર્ટમાં વળતર માટે કેસ કરવામાં આવ્યું હતું જેમાં તાજેતરમાં ગ્રાહક કોર્ટે કરેલા હકૂમમાં વિસંગતતાઓ જોવા મળી રહી છે અને આ હુકમથી મૃતકના પરિવારજનો નારાજ છે જેથી કરીને ભોગ બનેલા 70 જેટલા લોકોના પરિવારજનોએ તેમના વકીલ મારફતે રાજ્ય ગ્રાહક કમિશનમાં અપીલ કરી છે
મોરબીમાં મચ્છુ નદી ઉપર રાજાશાહી વખતમાં બનાવવામાં આવેલ ઝુલતો પુલ તા.30/10/2022 ના રોજ સાંજના સમયે તૂટી પડ્યો હતો અને ત્યારે ત્યાં પોતાના પરિવારજનો અને મિત્ર સાથે હરવા ફરવા માટે જે લોકો આવેલ હતા તેમાંથી 135 જેટલા લોકોના મૃત્યુ નીપજ્યા હતા અને તેમાં બાળકો, મહિલાઓ, વૃદ્ધો, યુવકઑ, યુવતીઓ, સગર્ભા મહિલાઓ વગેરેનો સમાવેશ થતો હતો અને તેના પરિવારજનો ન્યાય મેળવવા માટે થઈને મોરબીની કોર્ટમાં અને હાઇકોર્ટમાં છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી લડી રહ્યા છે અને હાલમાં તે કોર્ટમાં દલીલો ચાલી રહી છે.
જોકે, જે 135 જેટલા લોકોના આ દુર્ઘટનામાં મૃત્યુ થયા હતા તે પૈકીના 70 જેટલા મૃતકના પરિવારજનો દ્વારા મોરબીની ગ્રાહક કોર્ટમાં કેસ કરવામાં આવેલ હતો કેમ કે, જે લોકોના અવસાન થયા હતા તે તમામ લોકો ઝૂલતા પુલ ઉપર ત્યાં નક્કી કરેલી ટિકિટ લઈને ગયા હતા જેથી તે બધા જ ગ્રાહક હોય તેઓના પરિવારજનોને ગ્રાહક કોર્ટે સાંભળીને ન્યાય કરવો જોઈએ પરંતુ છેલ્લા ઘણા સમયથી ત્યાં કરવામાં આવેલ કેસમાં કોઈ કાર્યવાહી થતી ન હતી.
ગત તા. 21/12/ 2024 ના રોજ હુકમ વાંચી સંભળાવેલ છે તે પ્રકારનું લખાણ કરીને એક હુકમ તા. 26/1/2024 ના રોજ મોરબી ગ્રાહક કોર્ટના જજની સહી સાથે કરવામાં આવ્યો છે આ હુકમની સામે પણ વકીલો દ્વારા સવાલો ઉભા કરવામાં આવ્યા છે અને ગ્રાહકો સાથે અન્યાય થયો હોય તેનો કેસ ગ્રાહક કોર્ટમાં ચાલે સિવિલ કોર્ટમાં ન નહીં. જેથી મોરબીની ગ્રાહક કોર્ટ દ્વારા કરવામાં આવેલ હુકમથી નારાજ થઈને મૃતકના પરિવારજનો તેના વકીલ કિશનભાઈ પંચાલ મારફતે રાજ્યના ગ્રાહક કમિશનમાં અપીલમાં ગયા છે અને આગામી તા. 13/2 ની તેમાં મુદત હોવાનું વકીલે જણાવ્યું છે
