નવલખી પોર્ટે યુવાનને કચડી નાખનારા ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
SHARE
નવલખી પોર્ટે યુવાનને કચડી નાખનારા ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
નવલખી પોર્ટ ઉપર યુવાનને હડફેટ લઈને ટ્રક હેઠળ કચડી નાખ્યો હતો જે બનાવમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં નવલખી રોડ પર આવેલા રણછોડનગર શેરી નં- 2 માં રહેતા મહેશભાઈ ઘોઘાભાઈ દેગામા (42)એ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર આરજે 6 જીસી 0925 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યુ છે કે, નવલખી પોર્ટ ઉપર આવેલ પ્લોટ નંબર 17-b માં આરોપીએ પોતાના હવાલા વાળો ટ્રક બેફિકરાઈથી ચલાવ્યો હતો અને ટ્રક રિવર્સમાં લેતા સમયે ફરિયાદીના ભાઈ રાજેશભાઈ ઘોઘાભાઈ દેગામા (47) ત્યાં કોલસા વીણતા હતા ત્યારે તેઓને હડફેટે લઈને રસ્તા ઉપર નીચે પછાડી દીધા હતા અને ત્યારબાદ તેના શરીર ઉપરથી ટ્રકનો ખાલી સાઇડનો ટાયરનો જોટો ફેરવી દીધો હતો જેથી કરીને ફરિયાદીના ભાઈને માથા અને કમર સુધીના ભાગમાં ગંભીર ઈજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે