મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી તાલુકા-શહેરમાં દારૂની બે રેડ: 8 બોટલ દારૂ સાથે બે પકડાયા


SHARE









મોરબી તાલુકા-શહેરમાં દારૂની બે રેડ: 8 બોટલ દારૂ સાથે બે પકડાયા

મોરબી તાલુકા અને શહેરમાં દારૂની જુદીજુદી બે રેડ કરવામાં આવી હતી અને ત્યારે કુલ મળીને દારૂની 8 બોટલો કબ્જે કરી હતી અને બે આરોપીને પકડીને પોલીસે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આરટીઓ ઓફિસની સામેના ભાગમાં સર્વિસ રોડ પરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની પાંચ બોટલો મળી આવી હતી જેથી પોલીસે 3,365 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી નિશાંત ઉર્ફે નિખિલ અરવિંદભાઈ ચૌહાણ (25) રહે. પ્રેમજીનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે આવી જ રીતે મોરબીના નાની વાવડી રોડ ઉપર આવેલ શક્તિ એલ્યુમિનિયમ નામની ઓફિસમાં મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ત્રણ બોટલો મળી આવતા પોલીસે 1,500 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી અલ્પેશ અમરશીભાઈ મેંદપરા (32) રહે. નાની વાવડી શિવવિલા સોસાયટી ઈશ્વરીયા મહાદેવ મંદિર વાળા રોડ ઉપર મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે

જુગાર રમતા પકડાયા

વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં અમરધામ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા વિક્રમ જાદૂભાઈ ડાભી (32) અને લાલજી ટીસાભાઇ સરાવાડીયા (25) રહે. બંને માટેલ વાળા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 1200 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.




Latest News