મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

વાંકાનેરના પંચાસિયા પાસેથી 27,840 બોટલ દારૂ પકડવાના ગુનામાં મુખ્ય સૂત્રધાર ઝડપાયો: સાત દિવસના રિમાન્ડ મંજૂર


SHARE







વાંકાનેરના પંચાસિયા પાસેથી 27,840 બોટલ દારૂ પકડવાના ગુનામાં મુખ્ય સૂત્રધાર ઝડપાયો: સાત દિવસના રિમાન્ડ મંજૂર

વાંકાનેર તાલુકા પોલીસએ બાતમી આધારે ગત ઓગસ્ટ માહિનામાં પંચાસીયા ગામની સીમમાં રેડ કરી હતી. ત્યારે દારૂનું કટીંગ કરવા થાય તે પહેલા જ ટ્રક પકડવામાં આવેલ હતો અને જો કે ત્યારે રેકીમાં રહેલ કાર અને ટ્રકનો ડ્રાઇવર ભાગી ગયા હતા પરંતુ એક આરોપીની 56.63 લાખના દારૂ સાથે ધરપકડ કરી હતી અને ત્યાર બાદ વધુ ત્રણ આરોપીને પકડવામાં આવ્યા હતા અને હાલમાં આ ગુનામાં અધિકારી દ્વારા મુખ્ય સૂત્રધારની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને તેના સાત દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે.

ગત ઓગસ્ટ માહિનામાં વાંકાનેર તાલુકા પોલીસ પીએસઆઇ એલ.એ. ભરગા અને સ્ટાફના ચમનભાઈ ચાવડા, સંજયસિંહ જાડેજા અને અજયસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે પંચાસીયા ગામની સીમમાં વાંકીયાથી જડેશ્વર જતા કાચા રસ્તા ઉપર ગુલમહમદ બ્લોચની વાડીના ગેઈટ પાસે રેડ કરવામાં આવી હતી ત્યારે અશોક લેલન બંધ બોડીનો ટ્રક નં. આરજે 18 જીકે 0894 મળી આવ્યો હતો જેને ચેક કરવામાં આવતા તે ટ્રકમાંથી દારૂની નાની મોટી કુલ મળીને 27840 બોટલો મળી આવી હતી જેથી કરીને 56,63,100 નો દારૂ અને ટ્રક મળીને પોલીસે 80,63,100 નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો અને ત્યારે સ્થળ ઉપરથી યાસીનભાઈ રહીમભાઈ સમા રહે. રાજકોટ વાળાની ધરપકડ કરી હતી ત્યાર બાદ આ ગુનામાં પોલીસે ક્રમશઃ વધુ ત્રણ આરોપીને પકડવામાં આવ્યા હતા અને દારૂ મંગાવનારા બંને આરોપી સહિતના આરોપી પકડવાના બાકી હતા તેવામાં દારૂનો આ જથ્થો મંગાવનાર આરોપી સાજીદ ઉર્ફે ચકો ઉમરભાઇ ચાનીયા કોર્ટમાં સરેન્ડર થયો હતો જેથી કરીને વાંકાનેર તાલુકા પોલીસે આરોપીનો કબ્જો લઈને તેની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપી સાજીદ ઉર્ફે ચકો ઉમરભાઇ ચાનીયા (34) રહે. કાલિકા પ્લોટ મોરબી વાળાના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે. તેવું માહિતી તપાસનીસ અધિકારી પીએસઆઈ એલ.એ.ભરગા પાસેથી મળેલ છે અને આ ગુનામાં હજુ  દારૂ મંગાવનાર જાવીદ કરીમભાઇ કાથરોટીયા રહે. રાજકોટ વાળાને પકડવાનો બાકી છે જેથી તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.






Latest News