મોરબી નજીક રસ્તા ઉપર યુવાનને કચડી નાખનારા ટ્રક ચાલકને પકડવા માટે શોધખોળ
મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં યુવાને ન કરવાનું કરી નાખ્યું
SHARE
મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં યુવાને ન કરવાનું કરી નાખ્યું
મોરબી હળવદ હાઇવે રોડ ઉપર ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં યુવાને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી હળવદ હાઇવે રોડ ઉપર ઉંચી માંડલ ગામની સીમમાં એકોર્ડ સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા રીશી અંશલેન સીંગાડીયા (21) નામના યુવાને કોઈ કારણોસર કારખાનાના લેબર ક્વાર્ટરની અંદર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના જીલુભાઇ ગોગરા ચલાવી રહ્યા છે