એક શામ શહીદો કે નામ: ભુજના સ્મૃતિવન ખાતે સાંસદની હાજરીમાં ૭૬માં પ્રજાસતાક દિવસની ઉજવણી કરાઇ
મોરબી જિલ્લાના પરવાના વાળા હથિયાર ધારકોએ પોતાના હથીયારો ચૂંટણી આયોજીત વિસ્તારમાં લઈ જવા પર પ્રતિબંધ
SHARE
મોરબી જિલ્લાના પરવાના વાળા હથિયાર ધારકોએ પોતાના હથીયારો ચૂંટણી આયોજીત વિસ્તારમાં લઈ જવા પર પ્રતિબંધ
મોરબી જિલ્લામાં બે પાલિકાની ચૂંટણી થવાની છે અને એક પાલિકામાં તેમજ તાલુકા પંચાયત \ની બેઠક માટે પેટા ચૂંટણી યોજવાની છે જેથી પરવાના વાળા હથિયાર ધારકોએ પોતાના હથીયારો ચૂંટણી આયોજીત વિસ્તારમાં લઈ જવા પર પ્રતિબંધ મુકતું જાહેરનામું કલેકટરે પ્રસિદ્ધ કર્યું છે.
મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/ મધ્યસત્ર/ પેટા ચૂંટણીમાં મોરબી જિલ્લામાં આવેલ હળવદ નગરપાલિકાનો સમગ્ર વિસ્તાર, વાંકાનેર નગરપાલિકાનો સમગ્ર વિસ્તાર, માળીયા(મીં.) નગરપાલિકાનો સમગ્ર વિસ્તાર તેમજ ૨-ચંદ્રપુર તાલુકા પંચાયત મતદાર વિભાગ (વાંકાનેર) અને ૧૨-સરવડ તાલુકા પંચાયત મતદાર વિભાગ (માળીયા મીં.)માં સમાવિષ્ટ થતા વિસ્તારમાં શાંતિપૂર્ણ રીતે, મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય અને સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી સમગ્ર જીલ્લામાં આવેલ તમામ આત્મરક્ષણના/ પાકરક્ષણના પરવાનેદારો (અપવાદ સિવાયના)એ તેમના પરવાના વાળા હથિયાર સાથે કોઈ સરઘસ કાઢવા કે સભા યોજવા કે તેમાં ભાગ લેવા કે હથિયાર સાથે જાહેર સ્થળે ફરવા ઉપર પ્રતિબંધ ફરમાવતા મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી.ઝવેરીએ એક જાહેરનામા દ્વારા આદેશ કર્યો છે.
ચાર લોકોને એકત્રિત ન થવું, સભા કે સરધસ ન કાઢવા હુકમ
મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી-૨૦૨૧ અંતર્ગત આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે. આ ચૂંટણી મુક્ત – ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હેઠળના વિસ્તાર પુરતો સુલેહ શાંતિ તથા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને મતદારો પોતાનો મત મુક્ત અને નિર્ભય રીતે આપી શકે તે માટે મોરબીના જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી.ઝવેરીએ આગામી તા.૨૧ સુધીના સમયગાળા દરમિયાન મોરબી જિલ્લામાં અધિકૃત અને સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધારે વ્યક્તિઓને એકત્રિત ન થવા તથા કોઈ સભા ન ભરવા કે સરઘસ ન કાઢવા હુકમ કર્યો છે. અને સભા સરઘસની મંજુરી આપવા માટે સક્ષમ અધિકારી તરીકે સબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી/ મદદનીશ ચૂંટણી અધિકારીને અધિકૃત કરવામાં આવે છે. તથા સભા સરઘસનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબમાં ઉમેરવાનો રહેશે.
વાહન રજીસ્ટર કરાવવા જાહેરનામું
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/ મધ્યસત્ર/ પેટા ચૂંટણીઓમાં મોરબી જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં ચૂંટણી પ્રચારના અભિયાનરૂપે રાજકીય પક્ષોના કાર્યકરો અને ચૂંટણી ઉમેદવાર તરફથી મત વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં મોટા પ્રમાણમાં વાહનોનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે. ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટની સંમતિથી બીજા કોઈ વ્યક્તિ, કાર્યકર, ટેકેદાર દ્વારા પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેવા સંજોગોમાં આવા વાહનોના ઉપયોગ પર દેખરેખ રાખવા અને ઉમેદવારના ચૂંટણી પ્રચાર માટે વપરાતા વાહનોના સંબંધમાં થતો ખર્ચ યોગ્ય રીતે જાહેર થાય તે અનુસંધાને મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી.ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર કોઈપણ રાજકીય પક્ષ, વ્યક્તિ, સંસ્થા, ચૂંટણી ઉમેદવાર અથવા તો તેઓની સહમતીથી કોઈપણ વ્યક્તિ દ્વારા કોઈપણ ઉમેદવારને કે પક્ષના કામે ચૂંટણીના કામે વાહનોનો સ્થાનિક સરાજ્યની ચૂંટણી હેઠળના વિસ્તારમાં ઉપયોગ કરવામાં આવે તેવા વાહનનો સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારી પાસે રજીસ્ટર કરાવવાના રહેશે.









