મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

એક શામ શહીદો કે નામ: ભુજના સ્મૃતિવન ખાતે સાંસદની હાજરીમાં ૭૬માં પ્રજાસતાક દિવસની ઉજવણી કરાઇ


SHARE













એક શામ શહીદો કે નામ: ભુજના સ્મૃતિવન ખાતે સાંસદની હાજરીમાં ૭૬માં પ્રજાસતાક દિવસની ઉજવણી કરાઇ

કચ્છ મોરબીના સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી નોદભાઇ ચાવડાએ ૧૯૬૨, ૧૯૬૫, ૧૯૭૧ અને ૧૯૯૯ કારગીલ યુધ્ધ તેમજ આંતકવાદી સામે લડતા પોતાના પ્રાણોની આહુતિ આપનાર વિર શહીદ જવાનો ને શ્રધ્ધા સુમન અર્પણ કરતાં એક શામ શહીદો કે નામ૨૬ મી જાન્યુઆરી ૨૦૦૧ ના કચ્છમાં થયેલ વિનાશક ભુકંપમાં જીવ ગુમાવનાર સૌ દિવંગતો ને સ્મરણાજલી અને ભારત માતા પૂજન ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ, ૭૬ માં ગણતંત્ર દિવસની સંધ્યાએ રાષ્ટ્રભક્તિ ગીતો લોક ગાયક ઉમેશ બારોટ, દેવાંગીબેન પટેલે રસ લહાણ પીરસી હતી જેમાં સંગીત અક્ષયજાની એન્ડ ગ્રુપે સહયોગ આપ્યો હતો.

એક શામ શહીદો કે નામકાર્યક્રમ માં ઉપસ્થિત સેના અને પ્રશસાનિક અધિકારી ગણ, ગણ માન્ય મહાનુભાવો, તા.પં. જી.પં. સદસ્ય તથા કાઉન્સિલર ભાઇઓ, બહેનો, સહ કાર્યકરો, પત્રકાર મિત્રો સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ભુજના ટ્રસ્ટીશ્રીઓ સૌ નો આભાર વ્યક્ત કરતાં સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે આજે પુરો દેશ વિર શહીદો, સ્વતંત્રતા સેનાનીઓ અને વિજય દિવસના બહાદુરવીરો પ્રતિ નત મસ્તક છે. સાથે વિર શહીદોના પરિવારોનો ઋણી છે. તેમની વીરતા નો ઇતિહાસ સ્વર્ણ અક્ષરોમાં લખાશે અને આવનાર પેઢીઓ દેશપ્રેમ દેશભક્તિ થી અવગત થશે.

આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી કેન્દ્ર સરકાર, રાજય સરકારો, સ્વતંત્રા સેનાની તેમના પરિવારજનો ને દરેક પ્રકારની સુવિધા પ્રદાન કરી રહ્યા છે. સાથે સાથે સેનાના આધુનિકરણ, સામાજીક ક્ષેત્ર ને મજબુતી આપવાની મહત્વપુર્ણ ભુમિકા નિભાવે છે. પ્રજાસતાક દિવસની ૨૬મી જાન્યુઆરી ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ૧૯૫૦ માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું આ દિવસે લોકોનો દેશ ભક્તિનો ઉત્સાહ સંપુર્ણ આવશ્યકતા માં પણ સમગ્ર દેશને એક સાથે લાવે છે. દીપ પ્રાગટ્ય બાદ બાલીકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ દેશ ભક્તિના ગીતો સાથે સાથે સેનાના વિર જવાનો, પોલીશ હોમગાર્ડસ, દેશ સેવામાં જોડાયેલ સંસ્થાઓ નું સન્માન કરવામાં આવેલ

કાર્યક્રમ દરમ્યાન જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદ, ધારાસભ્ય ભુજ કેશુભાઇ પટેલ, ધારાસભ્ય અંજાર ત્રિકમભાઇ છાંગા, અંગદાન પ્રણેતા દિલીપભાઇ દેશમુખ, તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઇ વરસાણી, ભાજપ જીલ્લા મહામંત્રી નરેન્દ્રભાઇ પ્રજાપતિ, નગરપાલિકા ભુજ પ્રમુખ રશ્મિબેન સોલંકી, હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષભાઇ બારોટ, પારૂલબેન કારા, ભાજપ શહેર પ્રમુખ મિતભાઇ ઠક્કર, ઉપપ્રમુખ રાહુલભાઇ ગોર, જીલ્લા યુવા પ્રમુખ તાપશ શાહ, અનંત સિંગ, પ્રકાશભાઇ પટેલ, પ્રકાશભાઇ મહેશ્વરી, મોહનભાઇ ચાવડા, નરેશભાઇ મહેશ્વરી, હિતેશભાઇ ગોસ્વામી, અરવિંદભાઇ લેઉવા, કિશોરભાઇ મહેશ્વરી, કમલભાઇ ગઢવી, દિનેશભાઇ ઠક્કર, અશોકભાઇ હાથી, મનીષાબેન સોલંકી, ધવલરાજ, રવિભાઇ ત્રવાડી રવિભાઇ નામોરી, નિલેષ દાફડા, વિરમભાઇ આહીર, મુકેશભાઇ ચંદે, તાલુકા પ્રમુખ કેવલ ગઢવી, બાલકૃષ્ણ મોતા વિગેરે હાજરી આપી હતી.




Latest News