મોરબીની ગોપાલ સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ચાર શખ્સ 39,400 ની રોકડ સાથે ઝડપાયા વાંકાનેરના મહીકા ગામ નજીકથી પોલીસે પીછો કરીને દારૂ ભરેલ ક્રેટા ગાડી સાથે એક આરોપીને દબોચ્યો: 5.95 લાખનો મુદામાલ કબ્જે હળવદના રણજીતગઢ ગામે રિસેસમાં શાળાએથી ઘરે જતી બાળકીનું રસ્તામાં સાયકલ ઉપરથી નીચે પડી જતાં મોત વાંકાનેર નજીક કેરાળાના પાટીયા પાસે ગટરમાંથી માથામાં ઇજા પામેલ હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો મોરબીના ઘુટુ ગામ પાસે આવેલ રામકો વિલેજ સોસાયટીમાં ઘર પાસે ફટાકડા ફોડવા બાબતે બઘડાટી: હવે સામસામી ફરિયાદ વાંકાનેરના ભલગામ પાસે ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત માળીયા (મી)ના સુલતાનપુર ગામે જૂના ઝઘડોનો ખાર રાખીને યુવાન અને તેના મિત્રને 4 શખ્સોએ માર માર્યો મોરબીમાં યુવાનનું અપહરણ-લૂંટ અને તેના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલાના ગુનામાં 3 આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી નજીક ગોડાઉનમાંથી 17,514 બોટલ દારૂ સાથે પડકાયેલા ચાર આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર​​​​​​​ 


SHARE









મોરબી નજીક ગોડાઉનમાંથી 17,514 બોટલ દારૂ સાથે પડકાયેલા ચાર આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર 

એસએમસીની ટિમ દ્વારા શનાળા ગામે ભૂમિ ગોડાઉનમા એસએમસીની ટીમે રેડ કરીને 17,514 દારૂની બોટલ સહિત કુલ મળીને 1.11 કરોડથી વધુના મુદામાલ કબજે કરવામાં આવેલ હતો અને ચાર આરોપીને પકડ્યા હતા અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 11 શખ્સોને સામે ગુનો નોંધાયેલ હતી જે ગુનામાં પકડાયેલ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે.

મોરબીના શનાળા ગામની સીમમાં આવેલ આનંદ પાર્ટી પ્લોટની પાછળના ભાગમાં આવેલ ભૂમિ ગોડાઉનમા એસએમસીની ટીમે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 17,514 દારૂની બોટલ તેમજ વાહનો સહિતનો અન્ય મુદામાલ મળીને કુલ 1,11,94,212 નો મુદામાલ કબજે કરેલ હતો અને સ્થળ ઉપરથી ચાર આરોપીને પકડવામાં આવ્યા હતા તેમજ મુખ્ય સૂત્રધાર સહિત કુલ 11 શખ્સોની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે જેની તપાસ બી ડિવિઝનના પીઆઇ એન.એ. વસાવાને સોંપવામાં આવેલ છે અને જે ચાર આરોપી મુકેશ મહેન્દ્રકુમાર સિયાક, જસવંતસિંહ રામચંદ ગોદારા, દિનેશ પ્રેમારામ ગુરુ અને પ્રવિણ ભગીરથરામ વરદ રહે. બધા જ રાજસ્થાન વાળાને પકડવામાં આવ્યા હતા તેને રિમાન્ડની માંગણી સાથે મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે ચારેય આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે. જેથી દારૂના આ નેટવર્કને ભેદવા માટે અને બાકીના આરોપીઓને પકડવા માટે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.




Latest News