મોરબીની ગોપાલ સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ચાર શખ્સ 39,400 ની રોકડ સાથે ઝડપાયા વાંકાનેરના મહીકા ગામ નજીકથી પોલીસે પીછો કરીને દારૂ ભરેલ ક્રેટા ગાડી સાથે એક આરોપીને દબોચ્યો: 5.95 લાખનો મુદામાલ કબ્જે હળવદના રણજીતગઢ ગામે રિસેસમાં શાળાએથી ઘરે જતી બાળકીનું રસ્તામાં સાયકલ ઉપરથી નીચે પડી જતાં મોત વાંકાનેર નજીક કેરાળાના પાટીયા પાસે ગટરમાંથી માથામાં ઇજા પામેલ હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો મોરબીના ઘુટુ ગામ પાસે આવેલ રામકો વિલેજ સોસાયટીમાં ઘર પાસે ફટાકડા ફોડવા બાબતે બઘડાટી: હવે સામસામી ફરિયાદ વાંકાનેરના ભલગામ પાસે ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત માળીયા (મી)ના સુલતાનપુર ગામે જૂના ઝઘડોનો ખાર રાખીને યુવાન અને તેના મિત્રને 4 શખ્સોએ માર માર્યો મોરબીમાં યુવાનનું અપહરણ-લૂંટ અને તેના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલાના ગુનામાં 3 આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના બરવાળા ગામે બાકી વીજ બિલની વસુલતા માટે ગયેલા વીજ કર્મચારીને ફડાકા ઝીકયા


SHARE









મોરબીના બરવાળા ગામે બાકી વીજ બિલની વસુલતા માટે ગયેલા વીજ કર્મચારીને ફડાકા ઝીકયા

મોરબી તાલુકાના બરવાળા ગામે વીજગ્રાહકનું બિલ બાકી હોય બે લાઈનમેન ત્યાં બાકી બિલની વસૂલાત માટે ગયા હતા ત્યારે ત્યાં હાજર રહેલા વીજ ગ્રાહકના દીકરાએ વિજકર્મીઓ સાથે બોલાચાલી કરી હતી અને “તમારે બિલ લેવાનો સમય થઈ ગયો છે ?” તેવો પ્રશ્ન કરીને બે ત્રણ ફડાકા માર્યા હતા અને સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ કરી હતી જેથી કરીને ભોગ બનેલ વીજ કર્મચારી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ હરિઓમ પાર્કમાં રહેતા અને વીજ કંપનીમાં આસિસ્ટન્ટ લાઇનમેન તરીકે ફરજાવતા મૂળ સરવડ ગામના રહેવાસી સંજયભાઈ કેશવજીભાઈ વિલપરા (45)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રણછોડભાઈ ઉર્ફે લાલો જીવણભાઈ ખાંભલા રહે. બરવાળા વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ તથા વિદ્યુત સહાયક કનુભાઈ મોઘાભાઈ મનાથ બંને બરવાળા ગામે વીજગ્રાહક જીવણભાઈ દેવાભાઈના ઘરે તેનું વીજ બીલ 1605 રૂપિયા બાકી હતું જેથી કરીને ત્યાં ગયા હતા અને તેઓના ઘરના ઝાંપા પાસે હતા ત્યારે વીજ ગ્રાહક જીવણભાઈ દેવાભાઈ હાજર ન હતા પરંતુ રણછોડભાઈ જીવણભાઈ ખાંભલા હાજર હોય બાકી બિલની રકમ બાબતે તેઓની સાથે વાત કરતા તેમને સારું લાગ્યું ન હતું અને તેને ઉગ્ર અવાજથી ફરિયાદી સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા અને કહ્યું હતું કે “તમારે બિલ લેવાનો સમય થઈ ગયો છે ?” ત્યારબાદ ફરિયાદીને બે ત્રણ ફડાકા મારી દીધા હતા અને તે સરકારી કર્મચારી હોવા છતાં પણ તેને માર મારીને ફરજમાં રૂકાવટ કરી હતી જેથી ભોગ બનેલા વીજ કંપનીના કર્મચારી દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News