હળવદમાં મોબાઇલની દુકાનમાં થયેલ ૧.૮૯ લાખના મુદામાલની ચોરીમાં ગુનો નોંધાયો
મોરબી તાલુકાનાં બેલા (આમરણ)-લીલાપર ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ: બે પકડાયા, બેની શોધખોળ
SHARE
મોરબી તાલુકાનાં બેલા (આમરણ)-લીલાપર ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ: બે પકડાયા, બેની શોધખોળ
મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ ધમધમતી હોય તેવું ઘણી વખત સાંભળવા મળતું હોય છે તેવામાં મોરબી તાલુકા પોલીસ દ્વારા બેલા ગામની સીમમાં તેમજ લીલાપર ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ કરવામાં આવી હતી અને જુદીજુદી બે જગ્યાએથી બે દેશી દારૂની ભઠ્ઠી સાથે કુલ મળીને ૧૬૧૫૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને બે આરોપીની ધરપકડ કરાઈ છે જોકે બે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા (આમરણ) ગામની સીમમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી સરકારી ખરાબામાં ચાલુ હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં દારૂની ભઠ્ઠીઓ પર રેડ કરવામાં આવી હતી ત્યારે દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ગરમ આથો ૧૫૦ લીટર, ઠંડો આથો ૨૦૦ લીટર અને ભઠ્ઠીના સાધનો જેમાં બગાડ્યું, પાટલી વગેરે મળીને કુલ પોલીસે ત્યાંથી ૧૩૫૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે અને બીલાલભાઇ મુસાભાઇ કટીયા (૩૬) રહે, બેલ (આમરણ) વાળાની ધરપકડ કરેલ છે આ ઉપરાંત દેશી દારૂની ભઠ્ઠી ઉપર બીજી રેડ લીલાપર ગામની સીમમાં મચ્છુ ડેમ પાસે કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કુલ મળીને દેશી દારૂ બનાવવા માટે ૧૫૦૦ લીટર આથો, ૩૨ પ્લાસ્ટીકના કેરબા, બે ગેસના ચૂલા, ચાર ગેસના બાટલા અને ૨૫૦ લીટર દેશીદારૂ સહતિ કુલ મળીને પોલીસે સ્થળ પરથી ૧૪૮૦૦ ના મુદ્દામાલ સાથે હાલમાં તુલસીભાઈ રણછોડભાઈ પરમાર રહે, પંકજ સીરામીકની મજૂરની ઓરડી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી કિરણ ઉર્ફે બેબો નાગજીભાઈ દેગામા અને રણજીત નાગજીભાઈ દેગામ વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે જ શરૂ કરાઇ છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”