મોરબીમાં રોટરી કલબ દ્રારા એનિમિયા મુકત ભારત અભિયાન અંતર્ગત હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજાયો મોરબી જીલ્લાના માળીયા તાલુકામાં આવેલ મીઠાના ઉત્પાદક દેવ સોલ્ટ ગ્રુપ ઉપર આઇટી ના દરોડા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીની ટીમે દિવ્યાંગ વ્યક્તિ ટ્રાઈસિકલ ભેટ આપી ખેલમહાકુંભમાં ઇતિહાસ રચ્યો: ટંકારાના સજનપર ગામની શાળાના વિદ્યાર્થિઓની આર્ચરીમાં રાજ્ય કક્ષાએ પસંદગી મોરબી જીલ્લામાં જાહેરનામા ભંગના પાંચ આસામીઓ સામે ગુના નોંધાયા મોરબીના લીલાપર નજીક દેશી દારૂની બે ભઠ્ઠી ઉપર રેડ: 40,300 ના મુદામાલ સાથે એકની ધરપકડ, એકની શોધખોળ ટંકારાના હરીપર (ભુ) ગામે કુવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત ટંકારાના છતર પાસે ફેક્ટરીમાં શેડ ઉપરથી નીચે પડતાં માથામાં ઇજા થવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર નજીક દેશી દારૂની બે ભઠ્ઠી ઉપર રેડ: 40,300 ના મુદામાલ સાથે એકની ધરપકડ, એકની શોધખોળ


SHARE













મોરબીના લીલાપર નજીક દેશી દારૂની બે ભઠ્ઠી ઉપર રેડ: 40,300 ના મુદામાલ સાથે એકની ધરપકડ, એકની શોધખોળ

મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાં મંદિર સામે કાળી પાટના નાલા પાસે દેશી દારૂની બે ભઠ્ઠી ઉપર રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 500 લીટર આથો તથા 135 લિટર જેટલો દારૂ અને અન્ય મુદ્દામાલ મળીને પોલીસે 40,300 ની કિંમતનો માલ કબજે કર્યો હતો અને એક આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાં રામાપીરના મંદિર સામે કાળીપાટના નાલા પાસે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 600 લીટર આથો તથા 135 લિટર તૈયાર દેશી દારૂ અને અન્ય મુદ્દા માલ મળીને કુલ 40,300 ની કિંમતનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો અને ત્યારે સ્થળ ઉપરથી પોલીસ દ્વારા સંજયભાઈ દિનેશભાઈ વરાણીયા (29) રહે. બંધુનગર તાલુકો મોરબી વાળાને પકડવામાં આવેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન રણજીતભાઈ નાગજીભાઈ દેગામા રહે. લીલાપર તાલુકો મોરબી વાળાનું નામ સામે આવ્યું છે જેથી કરીને આ બંને શખ્સો સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને રણજીતભાઈ દેગામાને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

દેશી દારૂ

મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં પાવર હાઉસ વાળા રસ્તા ઉપરથી એકટીવા નંબર જીજે 36 એએમ 4487 લઈને એક શખ્સ પસાર થઈ રહ્યો હતો જેને રોકીને પોલીસ દ્વારા એક્ટિવા ઉપર જઈ રહેલા શખ્સને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસે રહેલ પ્લાસ્ટિકના બાચકામાંથી 16 લીટર દેશી દારૂ મળી આવતા 3200 ની કિંમતનો દારૂ તથા 20,000 રૂપિયાની કિંમતનું એકટીવા આમ કુલ મળીને 23,200 નો મુદામાલ કબ્જે કરીને આરોપી દેવજી કરસનભાઈ પરમાર (24) રહે. ઉમિયાનગર સોસાયટી સોરડી મોરબી વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં યાસ્મીન ઉર્ફે આરતી સંજયભાઈ અગેચાણીયા રહે. મોરબી વાળીએ દેશી દારૂ ભરેલ પ્લાસ્ટિકનું બચકું આપતા હાલમાં પકડાયેલા આરોપી તેને એકટીવા ઉપર લઈને જઈ રહ્યો હતો તેવું સામે આવ્યું છે જેથી બંને સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે








Latest News