મોરબીમાં રોટરી કલબ દ્રારા એનિમિયા મુકત ભારત અભિયાન અંતર્ગત હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજાયો મોરબી જીલ્લાના માળીયા તાલુકામાં આવેલ મીઠાના ઉત્પાદક દેવ સોલ્ટ ગ્રુપ ઉપર આઇટી ના દરોડા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીની ટીમે દિવ્યાંગ વ્યક્તિ ટ્રાઈસિકલ ભેટ આપી ખેલમહાકુંભમાં ઇતિહાસ રચ્યો: ટંકારાના સજનપર ગામની શાળાના વિદ્યાર્થિઓની આર્ચરીમાં રાજ્ય કક્ષાએ પસંદગી મોરબી જીલ્લામાં જાહેરનામા ભંગના પાંચ આસામીઓ સામે ગુના નોંધાયા મોરબીના લીલાપર નજીક દેશી દારૂની બે ભઠ્ઠી ઉપર રેડ: 40,300 ના મુદામાલ સાથે એકની ધરપકડ, એકની શોધખોળ ટંકારાના હરીપર (ભુ) ગામે કુવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત ટંકારાના છતર પાસે ફેક્ટરીમાં શેડ ઉપરથી નીચે પડતાં માથામાં ઇજા થવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં જાહેરનામા ભંગના પાંચ આસામીઓ સામે ગુના નોંધાયા


SHARE













મોરબી જીલ્લામાં જાહેરનામા ભંગના પાંચ આસામીઓ સામે ગુના નોંધાયા

મોરબી જીલ્લામાં કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવતા જાહેરનામાનો ઘણી જગ્યાએ ભંગ કરવામાં આવતો હોય છે તેવી જ રીતે ગોડાઉન ભાડે આપીને તેમજ શ્રમિકોને કામે રાખીને પોલીસને જાણ નહીં કરનારાઓની સામે ગુના નોંધીને પોલીસે કાર્યવાહી કરેલ છે.

ટંકારાના લજાઈ ગામ નજીક ભીમનાથ મહાદેવ રોડ 66 કેવી સબ સ્ટેશનની બાજુમાં આવેલ કલર પ્લાસ્ટોપ કેમ નામના ગોડાઉનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા ન હતા જેથી કરીને તેના માલિક ધીરેનભાઈ પ્રફુલભાઈ બુડાસણા (30) રહે. આસોપાલવ સોસાયટી નવાપર રોડ મોરબી, મોરબીના રાજપર ગામની સીમમાં આવેલ ઇન્ડિયન ફેક્ટરીમાં બહારના મજૂરો કામ કરતા હતા જેની માહિતી ઓનલાઇન એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી હતી ન હતી તેમજ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી ન હતી જેથી અજયભાઈ ભાઈલાલભાઈ પુજારા (59) રહે. રઘુવીર સોસાયટી નવા બસ સ્ટેશન સામે મોરબી, બેલા ગામે લોટસ કારખાના પાછળ રાધે શ્યામ ઇન્ડસ્ટ્રીઝમાં મજૂરો કામ કરતા હતા જેની માહિતી એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી તથા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી ન હતી જેથી સંજયભાઈ અંબારામભાઈ વસિયાણી (41) રહે. નીલકંઠ ફ્લેટ ઉમિયાનગર રવાપર રોડ મોરબી, મોરબીના વીસીપરામાં બે ગોડાઉન અન્ય વ્યક્તિઓને ભાડે આપેલ હતા જેની જાણ ગોડાઉન વાળાઓએ પોલીસને કરી ન હતી જેથી જાકીરભાઇ યુનુસભાઈ મોટલાણી (28) રહે. વીસીપરા બિલાલી મસ્જિદ પાસે મોરબી અને હરગોવિંદભાઈ દયારામભાઈ ચૌહાણ (58) રહે. સેન્ટ મેરી સ્કૂલ પાસેના ફાટક નજીક કૃષ્ણ સોસાયટી મોરબી વાળા સામે જાહેરનામા ભંગના ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.








Latest News