મોરબીમાં રોટરી કલબ દ્રારા એનિમિયા મુકત ભારત અભિયાન અંતર્ગત હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજાયો મોરબી જીલ્લાના માળીયા તાલુકામાં આવેલ મીઠાના ઉત્પાદક દેવ સોલ્ટ ગ્રુપ ઉપર આઇટી ના દરોડા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીની ટીમે દિવ્યાંગ વ્યક્તિ ટ્રાઈસિકલ ભેટ આપી ખેલમહાકુંભમાં ઇતિહાસ રચ્યો: ટંકારાના સજનપર ગામની શાળાના વિદ્યાર્થિઓની આર્ચરીમાં રાજ્ય કક્ષાએ પસંદગી મોરબી જીલ્લામાં જાહેરનામા ભંગના પાંચ આસામીઓ સામે ગુના નોંધાયા મોરબીના લીલાપર નજીક દેશી દારૂની બે ભઠ્ઠી ઉપર રેડ: 40,300 ના મુદામાલ સાથે એકની ધરપકડ, એકની શોધખોળ ટંકારાના હરીપર (ભુ) ગામે કુવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત ટંકારાના છતર પાસે ફેક્ટરીમાં શેડ ઉપરથી નીચે પડતાં માથામાં ઇજા થવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના હરીપર (ભુ) ગામે કુવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE













ટંકારાના હરીપર (ભુ) ગામે કુવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત

ટંકારા તાલુકાના હરીપર (ભુતકોટડા) ગામે આવેલ પોતાની વાડીએ યુવાન કુવામાં મૂકવામાં આવેલ મોટરના ફૂટ વાલ્વમાં કચરો સાફ કરતો હતો ત્યારે અકસ્માતે કુવાના પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હરીપર (ભુતકોટડા) ગામે રહેતા હરેશભાઈ કેશુભાઈ ચૌધરી (42) પોતાની ખારા વાળી સીમ તરીકે ઓળખાતી વાડીએ કુવામાં મુકેલ મોટરના ફૂટ વાલ્વના પાઇપમાં કચરો ભરાઈ ગયો હતો જેથી કરીને તેને સાફ કરી રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તે કૂવાના પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે








Latest News