વાંકાનેરની જામસર ચોકડી પાસે બાઇકને ડમ્પર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા બાળકનું સારવારમાં મોત, માતા-દીકરી ગંભીર: રોષે ભરાયેલા લોકોએ કર્યો ચક્કાજામ
SHARE
વાંકાનેરની જામસર ચોકડી પાસે બાઇકને ડમ્પર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા બાળકનું સારવારમાં મોત, માતા-દીકરી ગંભીર: રોષે ભરાયેલા લોકોએ કર્યો ચક્કાજામ
વાંકાનેર તાલુકાની જામસર ચોકડી પાસે ડમ્પર ચાલકે બાઈકને લીધું હતું જેથી કરીને બાઈક ઉપર જઈ રહેલ એક જ પરિવારના ચાર વ્યક્તિઓને ઈજા થઈ હતી જે પૈકીનાં છ વર્ષના માસુમ બાળકનું મોત નીપજ્યું છે જેથી રોષે ભરાયેલ લોકો દ્વારા જામસર ચોકડી પાસે આજે ચક્કાજામ કરવામાં આવ્યો છે અને ડમ્પર સહિતના ભારે વાહનોને રોકવામાં આવી રહ્યા છે આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હાલમાં ઘટના સ્થળે જણા માટે રવાના થયેલ છે
જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના જામસર ગામે રહેતા કુંવરજીભાઈ જીલાભાઇ રાતોજા (31) ગઈકાલે સવારે 11 વાગ્યાના અરસામાં પોતાના પત્ની જાનાબેન (30), દીકરી આસુબેન (8) અને દીકરા સુરેશ (6) ને બાઈક ઉપર બેસાડીને જામસર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જામસર ચોકડી નજીક માટેલ રોડ તરફ જવાના રસ્તે અજાણ્યા ડમ્પર ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવવામાં કુંવરજીભાઈ તથા તેના પત્ની અને બંને સંતાનોને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજા પામેલા ચારેય લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન સુરેશ કુંવરજીભાઈ રાતોજા (6) નામના બાળકનું મોત નીપજ્યું છે જોકે અકસ્માતના બનાવમાં ઇજા પામેલ જાનાબેન હાલમાં રાજકોટ અને આસુબેન હાલતમાં અમદાવાદ ખાતે ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.
વાંકાનેર તાલુકામાં જામસર ચોકડી પાસે તથા ગ્રામ્ય વિસ્તારના રસ્તા ઉપર માતેલા સાંઢની જેમ ડમ્પર ચાલકો તેના વાહનો ચલાવતા હોય છે અને તેના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતના બનાવો બનતા હોય છે તેવામાં કુંવરજીભાઈ રાતોજાના બાઈકને અજાણ્યા ડમ્પર ચાલકે હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં માસુમ બાળકનું મોત નીપજ્યું છે જેથી રોષે ભરાયેલા લોકો દ્વારા આજે વાંકાનેરની જામસર ચોકડી પાસે ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને ડમ્પર સહિતના ભારે વાહનનો ત્યાંથી નીકળતા હતા તેને સ્થળ ઉપર જ રોકી દેવામાં આવ્યા હતા. આ અંગેની જાણ થતા વાકાનેર તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે જવા માટે રવાના થયેલ છે અને સ્થાનિક લોકોના કહેવા મુજબ ડમ્પર ચાલકો ઓવર સ્પીડમાં અને ઓવરલોડ માલ વાહનમાં ભરીને બેફામ ગતિએ દોડાવવામાં આવતા હોય છે જેથી કરીને નિર્દોષ લોકોના જીવ જાય છે માટે આવા વાહન ચાલકોની સામે આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.