વાંકાનેરની મીલ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા
વાંકાનેરમાં ટ્રેન આડે પડતું મૂકીને આધેડે જીવન ટૂંકાવ્યું
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1739333978.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
વાંકાનેરમાં ટ્રેન આડે પડતું મૂકીને આધેડે જીવન ટૂંકાવ્યું
વાંકાનેર નજીક બ્રહ્મસમાજ સોસાયટી પાસે રેલ્વે ટ્રેક ઉપરથી ટ્રેન પસાર થઈ હતી ત્યારે તેની આડે આધેડે કૂદકો માર્યો હતો જેથી કરીને આધેડનું મોત નીપજયું હતું જે બનાવની રેલવે સ્ટેશન માસ્તર દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા રમેશભાઈ જદુરામભાઈ રાઠોડ (55)એ વાંકાનેરમાં આવેલ બ્રહ્મસમાજ સોસાયટી પાસે આવેલ રેલવે ટ્રેક ઉપરથી રેલ્વે ટ્રેન નીકળી હતી ત્યારે તે રેલ્વે ટ્રેનની આડે કોઈ અગમ્ય કારણોસર તેને કૂદકો માર્યો હતો જેથી કરીને ગંભરી ઇજા થયેલ હોવાથી એ આધેડનું મોત નીપજયું હતું અને ત્યાર બાદ આપઘાતના આ બનાવની વાંકાનેરના રેલવે સ્ટેશન માસ્તર પ્રણવકુમાર દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ એન.એસ. લાવડીયા ચલાવી રહ્યા છે તેમની પાસેથી મળેલ માહિતી મુજબ મૃતક આધેડ રિક્ષા ચલાવતા હતા જો કે, કયા કારણોસર આ પગલું તેમણે ભરેલ છે તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે.
6 નંગ બીયર મળ્યા
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રામકૃષ્ણનગરમાં રહેતા મયુરભાઈ સુરેશભાઈ મકવાણાના રહેણાંક મકાન પાસેથી પોલીસ દ્વારા બિયરના છ નંગ કબ્જે કરવામાં આવ્યા છે અને 828 રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કબજે કરેલ છે જો કે, રેડ દરમિયાન મયુરભાઈ સુરેશભાઈ મકવાણા હાજર ન હોવાથી તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)