મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખના પિતાના સ્મરણાર્થે વૃધ્ધાશ્રમના વડીલોને ભોજન કરાવ્યુ મોરબીના બાયપાસ રોડે ઓવરબ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરની મીલ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા


SHARE













વાંકાનેરની મીલ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા

વાંકાનેરની મીલ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 6,500 ની રોકડ સાથે તેને ઝડપી લીધા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર સિટી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેરમાં આવેલ મિલ સોસાયટીમાં મંદિર વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા વજુભા ઉર્ફે દિગુભા મહિપતસિંહ જાડેજા (55)બ્રિજપાલસિંહ ભુપેન્દ્રસિંહ જાડેજા (36), મહેશભાઈ કરસનભાઈ ચાવડા (38), વિક્રમપરી ઈશ્વરપરી ગોસ્વામી (58) અને ઇબ્રાહીમભાઇ અલ્લારખાભાઈ હાલા (60) રહે. બધા વાકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 6,500 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં રેન્જ સીરામીક સામે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલીના આંકડા લેતા રવિભાઈ નીતિનભાઈ સોલંકી (21) રહે. માધાપર શેરી નં-2 મોરબી વાળો મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી 290 ની રોકડ કબજે કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

ત્રણ બોટલ દારૂ

મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામના બસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની ત્રણ બોટલો મળી આવતા પોલીસે 1704 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી જસમતભાઈ કાળુભાઈ ઇન્દરીયા (19) રહે. કુંભારિયા તાલુકો માળીયા મિયાણાં વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે




Latest News